સૌરાષ્ટ્રમાં હથિયારોની હેરાફેરીનું મોટું કૌભાંડ ઝડપાયું

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

22 આરોપીઓની ધરપકડ: ગુજરાત એટીએસનું જબરું ઓપરેશન: 54 જેટલી પિસ્તોલનો જથ્થો પણ કબ્જે કરતી પોલીસ

મધ્યપ્રદેશ જેવા રાજ્યમાંથી હથિયારો લાવીને સૌરાષ્ટ્રમાં વહેંચી દેવાનું લાંબા સમયથી ચાલી રહેલું શસ્ત્રોની દાણચોરીનું એક બહુ મોટું કૌભાંડ ઝડપી લેવામાં ગુજરાત એટીએસને સફળતા મળી છે.

એટીએસની ટુકડીએ એક જબ્બર ઓપરેશન હાથ ધરીને હથિયારોનાં મોટા જથ્થા સાથે કુલ 22 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ગુજરાતમાં હથિયારોની હેરફેરનું આ સૌથી મોટું કૌભાંડ ઝડપાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

એટીએસનાં સુત્રોએ જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોમાંથી હથિયારો સૌરાષ્ટ્રમાં ઘુસાડવામાં આવી રહ્યાની બાતમી લાંબા સમયથી મળી હતી. એ અંગે એટીએસની ઊંડી અને સઘન તપાસ ચાલી રહી હતી. એટીએસનાં અધિકારીઓ આરોપીનું પગેરું દબાવી રહ્યા હતા. એટીએસે જોરદાર ઓપરેશન હાથ ધરીને હથિયારોની તસ્કરી કરતી આખી ગેંગને ઝડપી લીધી છે. કુલ 22 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી 54 જેટલી પિસ્તોલ પણ કબ્જે લેવામાં આવી છે.

આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, મધ્યપ્રદેશનાં ધાર વિસ્તારમાંથી હથિયારો ખરીદીને સૌરાષ્ટ્રમાં લાવવામાં આવતા હતા અને ઉંચી કિંમતે વેચી દેવામાં આવતા હતા. રૂ.25 થી માંડીને રૂ.35 હજાર સુધીમાં દેશી કટ્ટા એટલે કે, પિસ્તોલનું વેચાણ થતું હતું. એટીએસ દ્વારા વધુ સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે.

Read About Weather here

ગેંગનાં અન્ય કોઈ સાગ્રીતો છે કે કેમ, હજુ વધુ હથિયારો ક્યાં છુપાવ્યા છે, અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં ક્યાં, કોને હથિયાર વેચવામાં આવ્યા છે એ તમામ મુદ્દાઓ પર આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. એટીએસનાં ઓપરેશનથી હથિયારોની હેરફેર કરતા ગેંગસ્ટરોમાં હડકંપ મચી ગયો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here