દેશના સંખ્યાબંધ વિસ્તારોમાં ફરી પલ્ટાતું હવામાન, વરસાદ

દેશના સંખ્યાબંધ વિસ્તારોમાં ફરી પલ્ટાતું હવામાન, વરસાદ
દેશના સંખ્યાબંધ વિસ્તારોમાં ફરી પલ્ટાતું હવામાન, વરસાદ

દિલ્હી, બેંગ્લોર, તેલંગણાનાં અનેક વિસ્તારોમાં ભારે ઝંઝાવાતી પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો

મહતમ તાપમાનમાં પણ ઘણો ઘટાડો, હજુ વધુ વરસાદ થવાની આગાહી

કર્ણાટકનાં પાટનગર બેંગ્લોર અને તેલંગણાનાં અનેક વિસ્તારોમાં ગઈકાલે ભારે કમોસમી વરસાદ તૂટી પડ્યા બાદ ગઈકાલ સાંજથી દેશની રાજધાની નવી દિલ્હીનાં વાતાવરણમાં પણ એકાએક ભારે પલ્ટો આવ્યો હતો અને જંજાવાતી પવન સાથે જોરદાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થતા રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા.

દિલ્હીનાં પશ્ર્ચિમ બિહાર, રોહિણી, પ્રિતમપુરા જેવા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થતા દિલ્હીવાસીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. સાથે- સાથે પ્રતિકલાક 50 કિ.મી. ની ઝડપે પવન પણ ફૂંકાવા લાગ્યો હતો. હવામાન ખાતાએ ભારે પવન કરાનો વરસાદ અથવા ધૂળની આંધી ઉઠવાની આગાહી કરી છે. એટલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાતાવરણમાં પલ્ટો આવવાથી મહતમ તાપમાન ઘટીને દિલ્હીમાં અલગ- અલગ વિસ્તારોમાં 38 થી માંડીને 48 ડિગ્રી સુધી નોંધાયું હતું. દિલ્હીમાં આવતીકાલે પણ વરસાદ થવાની આગાહી થઇ છે. આવનારા ત્રણ દિવસ સુધી વાતાવરણ વાદળીયું રહેશે.

ગઈકાલથી દિલ્હીમાં જંજાવાતી પવન ફૂંકાઈ રહ્યો હોવાથી અને માવઠું પણ થયું હોવાથી અનેક આંતરરાષ્ટ્રીય વિમાની ફ્લાઈટનાં રૂટ બદલવામાં આવ્યા હતા. જયારે બીજી ઘણી ફ્લાઈટ મોડી થઇ હતી. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ રીતે અનેક ફ્લાઈટનાં કાર્યક્રમ ખોરવાઈ ગયા હતા. સારજાહથી દિલ્હી અને મુંબઈ જતી બંને ફ્લાઈટ જયપુર તરફ લઇ જવાની ફરજ પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બેંગ્લોરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ગઈકાલે સર્જાઈ હતી. ભારે તોફાની ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તેલંગણાનાં અનેક વિસ્તારોમાં પણ હવામાનનો મિજાજ પલટાયો હતો અને અનેક વિસ્તારોમાં માવઠું થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને લોકોને આકરી ગરમીમાં રાહત મળી હતી.

હૈદરાબાદમાં તો અનેક વિસ્તારોમાં જળબંબાકાર થતા લોકોએ શેરીઓ અને રાજમાર્ગો પર બોટિંગ કરીને આનંદ માણ્યો હતો. હૈદરાબાદનાં અંબરપેટ, કુકટપલ્લી, મલકાનગીરી અને મુશીરાબાદ જેવા વિસ્તારોમાં ભારે જળબંબાકાર થઇ ગયો હતો. અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. એટલે લોકોએ રબરની બોટમાં બેસીને અવર-જવરનો આનંદ માણ્યો હતો. તેલંગણાનાં અનેક વિસ્તારમાં માવઠું થતા રાજમાર્ગો પર નદીઓ ચાલી નીકળી હોય એવા દ્રશ્યો સર્જાયા હતા.

Read About Weather here

હૈદરાબાદનાં સાંસદ ઓવૈસીએ સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. મહાનગરનાં ચારમીનાર વિસ્તાર, યસરબ નગર, કટ્ટાતળાવ વિસ્તાર, મક્કા કોલોની જેવા વિસ્તારો જળબંબાકાર થતા તેમણે સ્થાનિક અધિકારીઓને બચાવકાર્ય માટે અપીલ કરી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here