એલઆઈસીનો ઈસ્યુ અરજીનો રેકોર્ડ પણ તોડશે

એલઆઈસીનો ઈસ્યુ અરજીનો રેકોર્ડ પણ તોડશે
એલઆઈસીનો ઈસ્યુ અરજીનો રેકોર્ડ પણ તોડશે

2008ના રીલાયન્સ પાવરના ઈસ્યુમાં 48 લાખ અરજીનો રેકોર્ડ હજુ અતૂટ છે

ભારતીય શેરબજારમાં સૌથી મોટો એલઆઈસીનો ઈસ્યુ આજથી ખુલ્યો છે અને તેમાં રીટેઈલ ઈન્વેસ્ટરોની અરજીનો રેકોર્ડ બનવાનું મનાય છે.

એલઆઈસીનો ઈસ્યુ ખુલતા પૂર્વે જ સરકારી જીવનવીમા કંપનીએ એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 5627 કરોડ એકત્રીત કરી લીધા હતા. એન્કર ઈન્વેસ્ટરોના આ રીસ્પોન્સને સૂચક ગણવામાં આવે છે અને તેના રોકાણથી રીટેઈલ- નાના ઈન્વેસ્ટરોમાં વિશ્વાસ ઉભો થાય છે.

અનિલ અંબાણીની આ કંપનીના 2008ના ઈસ્યુ વખતે 48 લાખ અરજી થઈ હતી. એલઆઈસીમાં એક કરોડ અરજી થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. વીમા કંપની દ્વારા ઈસ્યુને જોરદાર પ્રતિસાદ મળે તે માટે પોલીસી હોલ્ડરોથી માંડીને રીટેઈલ ઈન્વેસ્ટરો માટે સ્કીમ જાહેર કરવામાં આવી છે.

Read Saurashtra Kranti E-Paper here

દેશભરની 2000 કચેરીઓ તથા એલઆઈસી એજન્ટોને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. એલઆઈસી દ્વારા એન્કર ઈન્વેસ્ટરોને શેરો ફાળવવામાં આવ્યા છે. તેમાંથી 4.2 કરોડ શેરો સ્વદેશી મ્યુચ્યુઅલ ફંડોને ફાળવવામાં આવ્યા છે.

Read About Weather here

સ્વદેશી વીમા કંપનીઓ તથા પેન્શન ફંડોએ પણ રોકાણ કર્યુ છે. ઈસ્યુ પુર્વે જ નવા ડીમેટ ખાતા ખોલાવવા માટે બ્રોકીંગ હાઉસોમાં ધસારો હતો. આજથી ખુલેલો ઈસ્યુ 9 મે ના રોજ બંધ થવાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here