રાજયમાં કમોસમી વરસાદની આગાહી…

અસહ્ય ઉકળાટ બાદ વહેલી સવારથી મેઘ મહેર...
અસહ્ય ઉકળાટ બાદ વહેલી સવારથી મેઘ મહેર...

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં 30 થી 40 કિમીની ઝડપે પવન સાથે ઝાપટાની પણ શકયતા

રાજયમાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી વળ્યું છે. જિલ્લાઓમાં કમોસમી વરસાદનું વાતાવરણ સર્જાયુ છે.

કારણ કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જોકે, કમોસમી વરસાદ છતાં ગરમીમાંથી રાહત મળી નથી. ગરમીનો કહેર યથાવત છે.

ગઇકાલે અમરેલી અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકયો હતો. જેથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. એટલુ જ નહિ, પાટણના ચાણસ્મામાં વાવાઝોડા જેવી અસર જોવા મળી હતી. માર્કેટયાર્ડમાં અનેક દુકાનોના પતરા અને શેડ ઉડ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નથી. માર્ચ અને એપ્રિલ બાદ અને હવે મે મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

Read About Weather here

આજે અમદાવાદ માટે હવામાન વિભાગે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જો કે, ગુરૂવારથી ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત મળશે. ગુરુ, શુક્ર, શનિવારે અમદાવાદમાં તાપમાન 41થી 42 ડિગ્રીની અંદર રહેશે. અમદાવાદમાં 7 મી મેથી ફરી ઓરેન્જ અલર્ટ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here