ભારત લોકલમાંથી હવે ગ્લોબલ બન્યું છે: મોદી

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ

ભારતે એક નવા સંકલ્પ સાથે આગળ વધવાનો સંકલ્પ કરી લીધો છે અને યુવા તથા મહત્વાકાંક્ષી ભારતને ઝડપથી વિકસીત કરવા માટે મારી સરકાર પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન તેમની ત્રણ દિવસની વિદેશયાત્રાના પ્રથમ તબકકામાં જર્મનીના બર્લીન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહી વસતા ભારતીય સમુદાયને સંબોધીત કર્યુ હતું.

મોદીએ જણાવ્યું કે ભારત હવે એ જૂનુ ભારત રહ્યું નથી પણ છેલ્લા આઠ વર્ષમાં એક નવા ભારતનો ઉદય થયો છે.

ભારતીયો માટે સલામત ભવિષ્ય એ ફકત વિચાર જ નથી તે દરેક પ્રકારના જોખમ લેવા તૈયાર છે. મોદીએ કહ્યું કે સ્વતંત્ર ભારતમાં જન્મ લેનાર હું પ્રથમ વડાપ્રધાન છું મને તેનું ગર્વ છે અને ભારત હવે લોકલમાંથી ગ્લોબલ બની ગયું છે. મોદીએ યુક્રેન-રશિયાના યુદ્ધનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે યુદ્ધ તાત્કાલીક બંધ થવું જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

અમો પ્રથમ દિવસથી જ આ યુદ્ધનો વિરોધ કરતા રહ્યા છે. ભારત આજે લોકલમાંથી ગ્લોબલ બની રહ્યું છે અને વિશ્વએ તેની નોંધ લીધી છે.

Read About Weather here

આજે વિશ્વભરની દ્રષ્ટિએ ભારત સૌથી આગળ રહીને કામકાજ કરી રહ્યું છે અને અમોએ ભારતને એક સંકલ્પની જેમ રજુ કર્યુ છે. જેના કારણે ભારત તરફ જોવાની વિશ્વની દ્રષ્ટી જ બદલાઈ ગઈ છે અમે હવે દરેક દેશ સાથે સમાન ભાગીદારી ભણી આગળ વધી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here