ત્રીજા, પાંચમા અને આઠમા પણ બોર્ડ જેવી પરીક્ષાઓ લેવા વિચારણા

ત્રીજા, પાંચમા અને આઠમા પણ બોર્ડ જેવી પરીક્ષાઓ લેવા વિચારણા
ત્રીજા, પાંચમા અને આઠમા પણ બોર્ડ જેવી પરીક્ષાઓ લેવા વિચારણા

શાળા શિક્ષણની ગુણવત્તાને મજબૂત કરવા માટે પહેલ હેઠળ એક નવું પગલું તૈયાર

પ્રાદેશિક સ્તરે પણ યોગ્ય સત્તાધિકારીની દેખરેખ હેઠળ આયોજન કરવામાં આવશે

શાળા શિક્ષણની ગુણવત્તાને મજબૂત કરવા સહિત દરેક સ્તરે વિદ્યાર્થીઓની પ્રતિભાનું મૂલ્યાંકન કરવા કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કેટલાક મોટા પગલાં લઈ શકે છે. આ અંતર્ગત દસમા અને બારમા બોર્ડની પરીક્ષાઓની જેમ ત્રીજા, પાંચમા અને આઠમા ધોરણની પરીક્ષાઓ પણ લેવામાં આવી શકે છે.

હાલમાં તે બોર્ડની પરીક્ષા નહીં હોય, પરંતુ તેવી જ હશે. પ્રાદેશિક સ્તરે પણ યોગ્ય સત્તાધિકારીની દેખરેખ હેઠળ આનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રએ પહેલાથી જ રાજયો સાથે વ્યાપક ચર્ચા શરૂ કરી દીધી છે.

ઘણા રાજયોમાં અગાઉ પણ આવી પરીક્ષાઓ પાંચમા અને આઠમા સ્તરે લેવાતી હતી. જો કે, વર્ષ 2009માં રાઈટ ટુ એજયુકેશન અધિનિયમ અમલમાં આવ્યા બાદ, આ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી, કારણ કે આ કાયદા હેઠળ વિદ્યાર્થી આઠમા ધોરણ સુધી નાપાસ થઈ શકતો નથી. દરમિયાન, ઘણા રાજયોએ શિક્ષણની ગુણવત્તાને મજબૂત કરવા માટે પાંચમી અને આઠમીની પરીક્ષાઓ ફરીથી શરૂ કરવાની પહેલ કરી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજયોએ પણ તેની શરૂઆત કરી છે. પરંતુ હજુ સુધી તેને ત્રીજા સ્તરે ક્યાંય અપનાવવામાં આવ્યું નથી.

શિક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, શાળા શિક્ષણની ગુણવત્તાને મજબૂત કરવા માટે આ પહેલ હેઠળ એક નવું પગલું તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં પાંચમા, આઠમાની સાથે હવે બોર્ડની પરીક્ષાઓની જેમ ત્રીજા ધોરણની પરીક્ષા લેવાનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ તેની ભલામણ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓને યાદ રાખવાને બદલે તેમને વાસ્તવિક જ્ઞાન આપવું જોઈએ. ઉપરાંત, તેઓ કૌશલ્ય વિકાસ સાથે જોડાયેલા હોવા જોઈએ. શિક્ષણ મંત્રાલયે શૈક્ષણિક સત્ર 2022-23થી જ આ પહેલનું આયોજન કરવાની યોજના બનાવી છે.

આ અંગેનો અંતિમ નિર્ણય રાજયોની સહમતિ બાદ જ લેવામાં આવશે. આ યોજના હેઠળ, શાળા કક્ષાએ લેવાતી પરીક્ષા વાર્ષિક પરીક્ષા જેવી જ હશે, પરંતુ તે પ્રાદેશિક સ્તરે કોઈપણ એક સત્તાધિકારીની મદદથી લેવામાં આવશે, જેથી નિષ્પક્ષતા પણ જળવાઈ રહે. નવી નેશનલ એજયુકેશન પોલીસી અનુસાર શાળા શિક્ષણનું માળખું ઘડવામાં આવ્યા બાદ સરકારે આ યોજના પર કામ શરૂ કર્યું છે.

Read About Weather here

આ શાળામાં 10+2ની પેટર્નથી 5+3+3+4માં બદલાવ આવ્યો છે. આમાં પ્લે સ્કૂલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્લે સ્કૂલ હજુ શાળાના અભ્યાસનો એક ભાગ નહોતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here