પ્રખ્યાત તિરૂપતિમાં ભાગદોડ, ત્રણને ઈજા

પ્રખ્યાત તિરૂપતિમાં ભાગદોડ, ત્રણને ઈજા
પ્રખ્યાત તિરૂપતિમાં ભાગદોડ, ત્રણને ઈજા


ટિકિટ કાઉન્ટર પર જબરી ભીડ ભેગી થતા પરિસ્થિતિ વણસી

આંધ્રપ્રદેશનાં વિખ્યાત તિરૂપતિ તિરૂમલા ધર્મસ્થાન ખાતે સર્વદર્શન ટિકિટ લેવા માટે ભાગે મોટી ભીડ ભેગી થતા ટિકિટ કાઉન્ટર પર ભાગદોડ મચી હતી જેના કારણે ત્રણ ભક્તોને ઈજા થયાનું જાહેર થયું છે. તિરૂપતિ તિરૂમલા દેવસ્થાન ટ્રસ્ટે વીઆઈપી દર્શન હાલ મુલત્વી રાખીને પાંચ દિવસ માટે સર્વદર્શન ટિકિટનું વિતરણ શરૂ કર્યું હતું.

આથી ભક્તોની જબરી પ્રચંડ ભીડ ભેગી થઇ ગઈ હતી.

દેવસ્થાન ટ્રસ્ટનાં નિવેદનમાં જણાવ્યું હતું કે, જબરદસ્ત ભીડ ભેગી થવાને કારણે અત્યારે સર્વદર્શન ટિકિટ કાઉન્ટર બંધ કરવામાં આવ્યા છે. ટિકિટ વિના પણ ભાવિકોને દર્શન માટે પ્રવેશ અપાઈ રહ્યો છે કેમકે વીઆઈપી દર્શન પાંચ દિવસ માટે બંધ છે.

ટીડીપીનાં વડા અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પરિસ્થિતિ બદલ રાજ્ય સરકારની ટીકા કરી હતી અને એવી તીખી ટકોર કરી હતી કે, સરકારને આ વિખ્યાત ધર્મસ્થાનમાં માત્ર પૈસા બનાવવામાં રસ છે અને ભાવિકોની સલામતી અને સુવિધાનો ખ્યાલ રાખવામાં આવતો નથી. સરકારે તાકીદે પગલા લેવા જોઈએ.(2.12)