જૂનાગઢમાં ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાશે

જૂનાગઢમાં ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાશે
જૂનાગઢમાં ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાશે

સંતો, મહંતો અને ધારાસભ્ય સાથે કલેકટરની બેઠક બાદ નિર્ણય લેવાયો: કોરોનાની ગાઈડલાઈન્સનો પુરેપુરો અમલ કરી મેળો યોજાશે
મેળાનાં સુપેરે આયોજન માટે વિવિધ સમિતિઓની રચના કરાઈ: રાજ્યભરનાં ભાવિકોમાં આનંદની લહેર પ્રસરી, બે વર્ષથી કોરોનાનું ગ્રહણ નડ્યું હતું

જૂનાગઢમાં ગરવા ગીરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી પર પરંપરા મુજબ યોજાતા મહાશિવરાત્રીનાં મેળા માટે વહીવટીતંત્ર દ્વારા આજે મંજૂરી આપી દેવાઈ છે. જેના પગલે આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરનાં ભાવિકોમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે. ભજન- ભોજન અને ભક્તિનાં ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીનાં મેળાને બે વર્ષથી કોરોના મહામારીનું ગ્રહણ લાગી ગયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

પરિણામે ગયા વર્ષે પણ પ્રતિકાત્મક મેળો યોજવાની ફરજ પડી હતી. પરકમમાં પણ પ્રતિકાત્મક રૂપે જ યોજવી પડી હતી.ગુજરાતમાં અને ખાસ કરીને જૂનાગઢ સહિત તમામ શહેરોમાં કોરોનાની ત્રીજી લહેરનો લગભગ અંત આવી ગયો હોવાથી સાધુ- સંતો મહાશિવરાત્રીનો મેળો યોજવાની માંગણી કરી રહ્યા હતા. જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ પણ મેળો યોજવા દેવા મંજૂરી માટે રાજ્ય સરકારમાં લેખિત રજૂઆતો કરી હતી અને તમામ રજૂઆતો સફળ થઇ છે.

આજે જૂનાગઢ ખાતે કલેકટરની અધ્યક્ષતામાં ધારાસભ્ય તથા સાધુ- સંતો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ભવનાથનાં મેળા અંગે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. કોરોના પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ભવનાથનો મહાશિવરાત્રી મેળો યોજવાની અંતે તંત્ર દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. જેને સાધુ- સંતોએ વ્યાપક આવકાર આપ્યો હતો.

કલેકટરની બેઠક બાદ સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, કોરોના ગાઈડલાઈન્સનાં ચુસ્ત પાલન સાથે મેળો યોજવામાં આવશે. એ રીતે ચોક્કસાઈ અને પધ્ધતિસર આયોજન થઇ શકે એ માટે વિવિધ સમિતિઓની રચના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.મહાશિવરાત્રીનાં મેળામાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડે છે અને અનેરી ધાર્મિક ભાવના સાથે ભાવિકજનો ભક્તિમાં લીન થઇ જાય છે.

Read About Weather here

મેળા માટે મંજૂરી મળી જતા ભાવિકોમાં આનંદનું મોજું પ્રસરી વળ્યું છે. મહાશિવરાત્રીનું મુખ્ય આકર્ષણ નાગા બાવાની રવેડી હોય છે. નાગા બાવાનાં તમામ અખાડા રવેડીમાં ભાગ લે છે અને બધા દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરે છે. આ વખતે હજારો ભક્તો એમના દર્શન માટે ઉમટી પડે છે. જૂનાગઢ શહેર અને જિલ્લા તંત્ર દ્વારા મેળા માટે તડામાર તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. મહાશિવરાત્રીનાં મેળાનું પ્રાચીન સમયથી ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here