જમીનના ધંધા સાથે જોડાયેલા અને ખાસ બ્રાન્ચે વધુ આટાફેરા કરતા કોર્પોરેટરની નિંદર હરામ?

ધારાસભ્યની હાલત ગંભીર
ધારાસભ્યની હાલત ગંભીર

ભ્રષ્ટાચાર અને હવાલાના આક્ષેપોથી માત્ર પોલીસ લોબી નહીં પરંતુ રાજકીય લોબીમાં પણ ફફડાટ
એક પતંગિયાને ફુટી નવી પાંખો ને પોતે કરે અનોખી વાતો
ફુલ જોઇ, રંગ એને પોતાનો લાગે એક રાતો!!
જઇ મેઘધનુષને ઉધાર આપવાની કરે એ વાતો.
પાંચ વર્ષનું નિશાન તાક્યું, લક્ષ્ય સુધી પહોંચી ના શક્યા..
નેતા છે કે અભિનેતા છે, ખુદને પણ ઓળખી ના શક્યા!!
કોર્પોરેટરનીa વાત શહેર ભરમાં ફુલોની મહેકની મારફત પ્રસરી ગઇ છે અને તેની સુંગધ તમામને આવી રહી છે પણ કોઇ સ્વીકારવા તૈયાર નથી કે આ ક્યા ફુલની સુંગધ છે પણ કોઇ વાંધો નહીં એક દિવસ એવો આવશે કે આ ફુલની સુંગધ ક્યાથી આવશે તેની ખબર પડી જશે

રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસબેડામાં ફડફડાટ મચાવે એવો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે, જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બન્યા છે,ત્યારે આ એક ફરિયાદ થયાની સાથે શહેરમાં ભોગબનનારાઓમાં અનો જુમ અને જુસ્સો આવ્યો છે અને તે પણ ફરીયાદ કરવા તૈયારી બતાવી રહ્યા હોવાની શક્યતાઓ છે. હજુ પણ બીજા ભોગબનનાર ખાસ બ્રાન્ચે કરેલ કામોની વાત ગૃહમંત્રી સુધી પહોંચાડી પોતાની રજૂઆત કરશે. તેવી ચર્ચાઓ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

કહેવાય છે કે, એક કોર્પોરેટર જે એક પ્રસિધ્ધ નેતાની ખુબ જ નજીક હોવાનું માનવામાં આવે છે એ કોર્પોરેટરના પણ ખાસ બ્રાન્ચ સાથેના અજબ-ગજબ કનેકશનને લઇને ચારે તરફ લોકચર્ચા ચાલી રહી છે. આ કોર્પોરેટર ખાસ બ્રાન્ચ સહિતની કેટલીક સુચક જગ્યાઓ પર સતત આટાફેરા કરી રહયા હોવાનું જાણવા મળ્યું છે. એક ટોચના નેતા અને ચોક્કસ હોદ્ો ધરાવતા વગદાર આગેવાન સાથે ખુબ જ ધનિષ્ઠ નાતો ધરાવતા આ કોર્પોરેટરની જોરદાર દોડધામ થતી જોવા મળી રહી છે. ચોક્કસ બ્રાન્ચ ઉપરાંત કાયદો વ્યવસ્થાને લગતી અન્ય ચોક્કસ કચેરીઓ પર અચાનક આ કોર્પોરેટરના આંટા ફેરા વધી ગયા છે. એના પરથી એવું લાગે છે કે, સીપી તોડ કાંડ પ્રકરણમાં નવા નવા ફણગા ફુટી શકે છે અને અવનવા વણાંકો આવી શકે છે.

આ ઉપરાંત હવે તે કોર્પોરેટરને પણ ગંધ આવવા લાગી છે કે તોપનું નાળચુ ધીમે ધીમે આપણી તરફ આવી રહ્યું છે તે ક્યારે ફુટશે તે કહી ન શકાય તેથી દીવસે મન નથી લાગતુ અને રાતે નીંદર હરામ થઇ ગઇ હોય તેવી હાલત થઇ ગઇ છે.પણ આ કોર્પોરેટરની વાત શહેર ભરમાં ફુલોની મહેકની મારફત પ્રસરી ગઇ છે અને તેની સુંગધ તમામને આવી રહી છે પણ કોઇ સ્વીકારવા તૈયાર નથી કે આ ક્યા ફુલની સુંગધ છે પણ કોઇ વાંધો નહીં એક દિવસ એવો આવશે કે આ ફુલની સુંગધ ક્યાથી આવશે તેની ખબર પડી જશે અત્યારે તમામ કોર્પોરેટરોમાં એક જ ચર્ચાઓ ચાલે છે કે આ મહાનુભાવ કોણ હશે? બધા પોત પોતાની રીતે નામો નક્કી કરી રહ્યા છે. પણ કદાચ સમય આવ્યે નામ જાહેર થાય તૈયાર સૌ કોઇ નવાઇ પામી જશે તેવી પુરી શક્યતાઓ છે.

Read About Weather here

કહેવાય છે ને કે ચોરી નાની કરી હોય કે મોટી કરી હોય તે ચોરી જ કહેવાય છે તેમ ખાસ બ્રાન્ચને સાથે રાખીને નાનું કામ કર્યુ હોય કે મોટુ કામ કર્યુ હોય પણ કર્યુ તો છે જ તેથી તે સામે આવે તેવી શક્યતાઓ છે.કોર્પોરેટર એટલે વોર્ડની પ્રજાનો સેવક ગણાય તેને લોકોને શું સમસ્યાઓ પડે છે તે જોવાનું હોય અને તેનું નિરાકરણ લાવવાનું હોય છે પણ આ નેતાના એકદમ નજીકના કોર્પોરેટરે તેની આખી વ્યાખ્યા બદલી નાખી છે. જે ખરેખર યોગ્ય કહેવાય નહીં આ કોર્પોરેટરની હકીકત જ્યારે બહાર આવશે ત્યારે પક્ષના મોટા આગેવાનો અને નેતાઓ પણ મોં મા આગળા નાખી જશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. હવે જોવાનું રહ્યું કે આ કોર્પોરેટરનું નામ બહાર આવશે કે મોટા નેતાની નજીક હોવાથી નામ ઢંકાઇ જશે અને કલિનચિટ મળી જશે.(4.1)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here