મવડી પ્લોટમાં બિલ્ડરનું કારમાં અપહરણ કરી રૂા.18.15 લાખની લુંટ

મવડી પ્લોટમાં બિલ્ડરનું કારમાં અપહરણ કરી રૂા.18.15 લાખની લુંટ
મવડી પ્લોટમાં બિલ્ડરનું કારમાં અપહરણ કરી રૂા.18.15 લાખની લુંટ

ઓનલાઈન વેચાવા મુકાયેલી ઈનોવા કાર ખરીદીના બ્હાને આવેલ બે ભેજાબાજે ટેસ્ટ ડ્રાઈવના બહાને બિલ્ડરનું તેની જ કારમાં અપહરણ કરી લુંટ ચલાવી

રાજકોટમાં ઓનલાઈન વેચાવા મુકાયેલી કાર ખરીદીના બ્હાને બિલ્ડરનું અપહરણ કરી કાર અને મોબાઈલ સહીત રૂ.18.15 લાખના મુદ્દામાલની લુંટ ચલવનાર જામકંડોરણાના પીપરડી ગામના ભેજાબાજ બે શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.આ મામલે તાલુકા પોલીસે તપાસ શરુ કરી બન્નેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.મળતી વિગતો મુજબ રાજકોટના બીગબઝાર નજીક ચંદ્રપાર્ક શેરી નંબર 3 અંકુરમકાનમાં રહેતા અને બાંધકામની વ્યવસાય કરતા અંકુર મનસુખભાઈ કાકડિયા (ઉવ 23)નામના યુવાનએ ઓએલએક્સ ઉપર પોતાની ઈનોવા કાર વેચવા મૂકી હોય

Visit Saurashtra Kranti Homepage here

જે ખરીદ કરવાના બહાને ગત તા 1/2/2022 ના રોજ મવડી પ્લોટ નજીક વેગડ ચોક પાસે યુવાનના બાંધકામની સાઈટ ઉપર આવેલ જામકંડોરણાના પીપરડી ગામના ભેજાબાજ બે સગ્ગા ભાઈ રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને તેની સાથે ના એક અજાણ્યા શખ્સે ટેસ્ટ ડ્રાઈવના બહાને ઈનોવા કાર નંબર જીજે 3 જેઆર 6253માં અંકુર કાકડીયાને બેસાડી કાર ભગાવી મૂકી હતી અને છરી દેખાડી રવિરાજ અને તેની સાથેના શખ્સે અંકુરના મોબાઈલ પણ લુંટી લીધો હતો કાર ધીમી પડતા અંકુર રાવકી પાસે ચાલુ કારે કુદકો મારી ભાગી ગયો હતો અને પરિવાર તેમજ પોલીસને જાણ કરી હતી.

બનાવના એક સપ્તાહ બાદ અંકુર અને તેના પરિવારજનો તાલુકા પોલીસ મથકે આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી પોલીસે આ બનાવની ફરિયાદ નોધી તપાસ કરતા આ પ્રકારણમાં જામકંડોરણાના પીપરડી ગામના ભેજાબાજ રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.20) સાથે તેના સગા ભાઈ જયરાજસિંહ ઉર્ફે સત્યપાલ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.19)ની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Read About Weather here

જેને અગાઉ ચાર વર્ષ પૂર્વે રાજકોટ ક્રાઈમબ્રાન્ચે પકડી લીધા હતા. આ બનાવમાં અંકુર કાકડિયાએ જયારે ઓએલએક્સ ઉપર અને ફેસબુક ઉપર પોતાની ઈનોવા કાર વેચવા માટે મૂકી ત્યારે રવિરાજસિહે તેનો સંપર્ક કરી વાતચીત કરી અને કાર જોવાના બહાને રૂબરૂ મળવા આવ્યા અને ટેસ્ટ ડ્રાઈવના બહાને કાર સાથે અંકુરનું અપહરણ કરી લીધું તાલુકા પોલીસ મથકના પી.આઈ જે.વી.ધોળા અને તેમની ટીમે વધુ તપાસ શરુ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here