કોરોના મૃતકપરિવારજનોને સહાય આપવા શહેર કોંગ્રેસની રજૂઆત

કોરોના મૃતકપરિવારજનોને સહાય આપવા શહેર કોંગ્રેસની રજૂઆત
કોરોના મૃતકપરિવારજનોને સહાય આપવા શહેર કોંગ્રેસની રજૂઆત

કોરોના મૃતક પરિવારોને રૂ.4 લાખ આપવાની માંગ: આવેદન પત્ર

ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટએક્ટ 2003 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત/સહાયના 4 લાખ મળવા બાબતે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટએક્ટ 2003 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત/સહાયના 4 લાખ રૂપિયા ચુકવવા પૈસા નથી પરંતુ બુલેટટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, ઉદ્યોગપતિઓના દેવા માફી, એરોપ્લેન-હેલીકોપ્ટર ખરી દવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂણે ખૂણે જઈ ને કોરોના મૃતક પરિવારજનોને મળ્યા છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવા, ઈન્જેક્શન સહિત આરોગ્ય સેવાના અભાવે ગુજરાતના 3 લાખ કરતા વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે પરંતુ ભાજપ સરકારે મૃતકોના આંકડા છુપાવતા માત્ર 10 હજારનો આંકડો જાહેર કર્યાના આક્ષેપો કર્યા હતા. મૃતકોના પરિવારજનોને વળતર ચુકવવામાં આનાકાની બાદમાં સુપ્રિમ કોર્ટની સતત ફટકાર બાદ ભાજપ સરકારે સ્વિકાર્યું છે કે 91810 અરજીઓમાંથી 58840 અરજીઓ મંજૂર કરાઈ છે. 11000 જેટલી અરજીઓ પ્રોસેસમાં છે. 15000 અરજી પેન્ડીંગ છે અને 5000 જેટલી અરજીઓ રીજેક્ટ કરાઈ છે.

જે દર્શાવે છે કે, ભાજપ સરકાર મોતના આંકડા છુપાવી જુઠ્ઠાણું ફેલાવ્યું જે સુપ્રિમકોર્ટમાં ફટકાર બાદ સાચા મૃતકોના આંકડા સામે આવી રહ્યાં છે. કેટલાય લોકો ટેસ્ટ કર્યા વગર અને હોસ્પિટલમાં એડમિટ કર્યા સિવાય મૃત્યુ પામ્યા એમને સરકાર કેવી રીતે શોધીને વળતર આપશે? જ્યારે સુપ્રિમકોર્ટ લપડાક આપે ત્યારે સહાય આપે અને સરકાર કામ કરે છે. ભાજપ સરકાર મૃતકોના પરિવારજનો સાથે મોટાપાયે અન્યાય કરી રહી છે.

કોરોના મૃતકપરિવારજનો વતી કોંગ્રેસ પક્ષ માંગણી કરે છેકે ડિઝાસ્ટર મેનેજમેન્ટએકટ પ્રમાણે કોરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય સરકાર તરફથી ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી.ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટએક્ટ 2003 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત/સહાયના 4 લાખ મળવા બાબતે

Read About Weather here

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, દિનેશભાઈ મકવાણા, દિપ્તીબેન સોલંકી, મનીષાબા વાળા અને અતુલભાઈ રાજાણી ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here