ગુજરાતમાં રાત્રી કર્ફ્યું 4 ફેબ્રુઆરી સુધી લંબાવાયો…

કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી
કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી

હોટેલ, રેસ્ટોરાંને 24 કલાક હોમ ડિલીવરી સેવાની છૂટ: 8 મહાનગરો સહિત 27 શહેરોમાં કર્ફ્યું લાગુ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કોરોના સ્થિતિની સમીક્ષા: કર્ફ્યુંનો સમય રાતનાં 10 થી સવારનાં 6 સુધી લાગુ

ગુજરાતનાં 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રી કર્ફ્યુંનો અમલ ચોથી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની કોરકમિટીની બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન કોરોના પરિસ્થિતિની સમીક્ષા બાદ કેટલાક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા.

કેબિનેટમાં નક્કી થયા મુજબ રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાં હાલ નાઈટ કર્ફ્યું લાગુ છે.

Visit Saurashtra Kranti Homepage here

એ જ રીતે કોરોના સંક્રમણનું વધુ આંક ધરાવતા અન્ય 19 શહેરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વીજલપોર (નવસારી), નવસારી, બીલીમોરા, ભરૂચ, અંકલેશ્વર, વ્યારા, વાપી અને વલસાડમાં પણ કર્ફ્યું લાગુ કરાયો છે. દરરોજ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું લાગુ રહેશે.

Read About Weather here

કેબિનેટમાં નક્કી થયા મુજબ હોટેલો અને રેસ્ટોરાંને હોમ ડિલીવરીની સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ અપાઈ છે. મુખ્યમંત્રીએ બેઠકમાં મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે રાજ્યની કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી. ગૃહ વિભાગે નાઈટ કર્ફ્યું લંબાવવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here