દેશમાં મહારસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ

દેશમાં મહારસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ
દેશમાં મહારસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ


માંડવીયાનાં હસ્તે ખાસ ટપાલ ટિકિટનું વિમોચન

93 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ અપાઈ ગયો: આરોગ્યમંત્રી

દેશમાં કોરોના મહા રોગ સામે લડવા માટે શરૂ થયેલા દેશવ્યાપી મહા રસીકરણ અભિયાનને એક વર્ષ પરીપૂર્ણ થઇ ગયું છે.

આજે દેશની આ મહાન સિધ્ધિ નિમિતે કેન્દ્રનાં આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાનાં હસ્તે રસીકરણ અંગેની ખાસ ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું. આરોગ્યમંત્રી એ જણાવ્યું હતું કે, દેશના 93 ટકા નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

જયારે 70 ટકા વયસ્ક નાગરિકોને વેક્સિનનાં બંને ડોઝ અપાઈ ગયા છે. માત્ર ભારત નહીં સમગ્ર વિશ્ર્વ માટે ગૌરવની ઘડી છે. આખું વિશ્ર્વ ભારતની કામગીરીથી અચંબિત થઇ ગયું છે. ખાસ સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન કરતા માંડવીયા એ વિડીયો સંબોધનમાં જણાવ્યું હતું કે, કેટલાકને આ ઝુંબેશથી અસમંજસની અનુભૂતિ થતી હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મક્કમ હતા.

Read About Weather here

એમણે વૈજ્ઞાનિકો અને ફાર્મા કંપનીઓને વેક્સિન માટે સચોટ પ્રેરણા આપી હતી અને પ્રોત્સાહન આપ્યું હતું. એ કારણે ભારત આજે વેક્સિનનાં 156 કરોડ ડોઝ આપી ચૂક્યું છે. તેમણે તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here