સરધાર-હરીપર રોડ પર થયેલ હત્યામાં બે ની ધરપકડ

સરધાર-હરીપર રોડ પર થયેલ હત્યામાં બે ની ધરપકડ
સરધાર-હરીપર રોડ પર થયેલ હત્યામાં બે ની ધરપકડ

રાજકોટ તાલુકાનાં સરધાર હરીપર રોડ ઉપર ગઈકાલે ઈજાગ્રસ્ત હાલતમાં યુવકની લાશ મળી આવી હતી અને યુવકનાં મોઢાનાં ભાગે પથ્થરનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાનું દેખાતું હતું. ગુન્હો બન્યાની અમૂક જ કલાકોમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે અને આજીડેમ પોલીસની ટીમે ગુન્હો ડિટેકટ કરીને આરોપીની ધરપકડ કરી છે.

ગુન્હાની વિગત જોતા મરણ જનાર અને આરોપીઓ કાકા મોટાબાપુનાં ભાઈઓ છે અને આરોપી કમલેશ શીંગળને મરણજનાર સાથે બે વર્ષ પૂર્વે પોતાના વતનમાં ખેતીની જમીન બાબતે ઝઘડો બોલાચાલી થયેલ અને ત્યારથી અવારનવાર ભળતું ન હોવાથી માથાકૂટ થતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બાદમાં ગઈકાલે બપોરનાં સમયે બંને આરોપીઓ બાઈક લઈને સરધાર ગામ વાડીનાં કાચા રસ્તા જતા ત્યારે મરણજનાર વિરસિંગે ગાળો આપતા ઝઘડો થયેલ અને બંને આરોપીઓએ માર મારી નજીકમાં રહેલ મોટા પથ્થરો વડે હુમલો કરી શરીરનાં ભાગે ઈજા કરી મોત નીપજાવેલ અને મરણજનાર વિરસીંગ શીંગળની સાથે આવેલ તેના 2 વર્ષનાં પુત્રને પણ ઈજા પહોંચી છે.

Read About Weather here

હવે તે સાઇકલ પરથી પડી જવાથી ઈજા પહોંચી કે તેને પણ પથ્થરનાં ઘા મારેલ તે હવે બહાર આવશે હાલમાં 2 વર્ષીય પુત્ર સચિન ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે બનાવમાં ઉપયોગ થયેલ પથ્થરો અને 1 મોટર સાઇકલ કબ્જે કરી લીધુ છે અને બંનેને પકડીને હકીકત પૂછતાં ગુન્હો કર્યાનું કબુલ્યુ હતું અને ગુન્હો ડિટેકટ થયાનું પોલીસે જણાવ્યું હતું.(4.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here