જનતા પર પડશે મોંઘવારીનો માર…!!

જનતા પર પડશે મોંઘવારીનો માર...!!
જનતા પર પડશે મોંઘવારીનો માર...!!

એપ પરથી ભોજન ઓર્ડર કરતાં 5% ટેક્સ લાગશે, પગરખાં પરનો GST વધીને 12% થયો

આજથી નવા વર્ષનો આરંભ થતાં નવા વર્ષના આરંભિક દિવસોમાં જ જનતાને મોંઘવારી  મોટો આંચકા આપવા જઈ રહી છે. 2022 થી જ બધાના ખિસ્સા પર બોજ વધવાનો છે.

વાસ્તવમાં 2022 બેસતાં જ જનતા ને અનેક ચીજવસ્તુ પરના કરવેરાના દર વધવાના છે. ચંપલથી માંડીને ઓનલાઇન ભોજન મંગાવવાનું પણ હવે મોઘું થવા જઈ રહ્યું છે. પગરખાં ઉદ્યોગ પર જીએસટી દર પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે.

તેવામાં પગરખાં મોંઘાં થશે. રેડીમેડ ગાર્મેન્ટ પરનો જીએસટી દર પણ પાંચ ટકાથી વધીને ૧૨ ટકા થવાનો હતો, પરંતુ નાણાપ્રધાન સીતારામનના અધ્યક્ષપદે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સ્ટાઇલ પર વેરો વધારવાનો નિર્ણય મોકૂફ રાખતાં જનતાને તે બોજ હાલમાં નહીં સહેવો પડે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

તે સાથે જ, જો તમે ઓનલાઇન ભોજન ઓર્ડર આપતા હોવ તો આવતા મહિનેથી વધુ નાણાં ચૂકવવા પડશે . નવું વર્ષ બેસતાં જ ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો અને સ્વિગી પર ઓનલાઇન ભોજન ઓર્ડર કરતાં પાંચ ટકા જીએસટી વેરો ચૂકવવો પડશે. જોકે યૂઝર્સ તેનાથી પ્રભાવિત નહીં થાય.

સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકારે આ ટેક્સ ગ્રાહકો પાસેથી નહીં પણ એર કંપનીઓ પાસેથી વસૂલ કરવાની છે. પરંતુ એપ કંપનીઓ કોઈને કોઈ રીતે તેની વસૂલી ગ્રાહકો પાસેથી જ કરશે.

Read About Weather here

 તેથી આજથી ગ્રાહકોને એપની મદદથી ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવું મોંઘું પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here