20 વર્ષની યુવતીએ 46 વર્ષના વ્યકિત સાથે લગ્ન કર્યા…!

20 વર્ષની યુવતીએ 46 વર્ષના કર્યા વ્યકિત સાથે લગ્ન કર્યા...!
20 વર્ષની યુવતીએ 46 વર્ષના કર્યા વ્યકિત સાથે લગ્ન કર્યા...!
રોસોના ઇંકપેનની મુલાકાત જયારે પોતાના પતિ સ્કોટ સાથે થઇ ત્યારે તેની ઉંમર ૧૮ વર્ષની હતી અને તેના પતિ ૪૪ વર્ષનો હતો. આ બંને વચ્ચે ૨૫ વર્ષનો એજગેપ હોવા છતા એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

લગ્નની ઉંમરમાં યુવક-યુવતી વચ્ચે ૫-૬ વર્ષનું અંતર હોવું કોઇ મોટી વાત નથી પણ જો કોઇની અંદર ૨૦-૨૫ વર્ષનો ફર્ક હોય તો જોડી બેજોડ લાગે છે. ન્યૂઝીલેન્ડની રોસાના ઇંકપેનની પોતાના પતિ સાથેની જોડી કાંઇક આવી જ છે.

૨૦ વર્ષની રોસાના ઓકલેન્ડની રહેવાસી છે અને તેણે ૪૬ વર્ષના સ્કોટ સાથે લગ્ન કર્યા છે. તે બે વર્ષ પહેલા સ્કોટને મળી હતી અને પ્રથમ નજરમાં જ તેને એ વાતનો અહેસાસ થયો હતો કે તે તેની સાથે જ લગ્ન કરશે.

તે સમયે સ્કોટ ઓસ્ટ્રેલિયામાં સ્ટીલ વર્કર હતો અને વેકેશનમાં ન્યૂઝીલેન્ડ આવ્યો હતો. તેની મુલાકાત થયાના કેટલાક મહિના પછી કપલે સગાઇ કરી લીધી હતી. રોસના અને સ્કોટ બન્ને રિલેશનશિપમાં ઉંમરને વધારે મહત્વ આપતા નથી.

રોસાના જણાવે છે કે જયારે સ્કોટને મળી તો આખા શહેરમાં તેમની જ ચર્ચા હતી. બધા તેના વિશે જાણવા માંગતા હતા. તે દરમિયાન તેમની વાતચીત શરૂ થઇ અને તે તેને મળવા ઓસ્ટ્રેલિયા ગઈ હતી. આ તેમના પ્રેમની શરૂઆત હતી.

તે કહે છે કે તમામ લોકોને તેમને કહ્યું કે આ બધુ જેટલી જલ્દી ચાલી રહ્યું છે તેટલું ટકશે નહીં. જોકે તેમને વિશ્વાસ હતો કે તે એકબીજા પર વિશ્વાસ કરે છે અને સંબંધ લાંબો ચાલવાનો છે.

રોસાના કહે છે કે મોટાભાગના લોકો તેમને પતિ-પત્ની નહીં પણ પિતા-પુત્રી સમજી બેસે છે. તેમને લોકોની નકારાત્મક ભાવનાનો શિકાર થવું પડે છે. જોકે તે પોતાના પતિ સાથે દ્યણી ખુશ છે.

Read About Weather here

૨૫ વર્ષના ગેપ પછી પણ તેમનો સંબંધ આગળ વધ્યો અને સ્કોટ-રોસોનાના લગ્ન થઇ ગયા. જે પછી લોકોએ રોસાનાને એમ પણ કહ્યું કે તે સ્કોટના પૈસા માટે તેની સાથે લગ્ન કરી રહી છે. તેના દ્યણા મિત્રો તેનાથી દૂર થઇ ગયા કારણ કે તેનો પતિ તેના પિતાની ઉંમરનો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here