170 વર્ષ પહેલા ગૂમ થયેલા જહાજને શોધ્યું

170 વર્ષ પહેલા ગૂમ થયેલા જહાજને શોધ્યું
170 વર્ષ પહેલા ગૂમ થયેલા જહાજને શોધ્યું
આ જહાજ કિંગ વિલિયમ ટાપુ પાસે બરફના કણોના કારણે ફસાયું હતું.જેમાં ફેન્કલિન સહિત ૨૩ સાથીઓના મોત થયા હતા. ૧૭૦ વર્ષ પહેલા ગૂમ થયેલા બે જહાજના કાટમાળને શોધી કાઢવામાં સફળતા મળી છે.આ જહાજ બ્રિટનના દરિયાકાંઠેથી નિકળ્યા પછી દરિયામાં ગરકાવ થઇ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

એક માહિતી મુજબ સર જોન ફેન્કલિને એક સંશોધન ટીમનું નેતૃત્વ કર્યુ હતું. જેનો હેતું કેનેડાના આર્કેટિક વિસ્તારમાં નૉર્થ વેસ્ટ પેસેજમાં સંશોધનનો હતો. એ સમયે ચાલક દળ એચએમએસ એરબેસ અને એચએમએસ ટેરર એમ બે જહાજમાં સફર માટે બેઠા હતા.

આ ઘટનાને દાયકાઓ વિતી ગયા અને સમયની સાથે ભૂલાઇ પણ ગઇ. ૨૦૧૬માં આ જહાજનો કાટમાળ મળવાની શરુઆત થઇ હતી. જો કે કાટમાળ શોધવા તથા ૨૦૦ વર્ષ પહેલા બનેલી ગોઝારી ઘટના અંગે જાણવા પાર્કસ કેનેડાના પુરાતત્વવિદોની એક ટીમ તૈયાર થઇ હતી.

ઓગસ્ટ ૨૦૧૯માં મરજીવાઓએ જીવના જોખમે ડૂંબકીઓ મારીને અવનવા સંશોધનની એક હારમાળા શરુ કરી હતી.મુખ્ય પુરાતત્વવિદ્ રયાન હેરિસનું માનવું હતું કે જાણે કે જહાજ સમયની સાથે થંભી ગયા હતા.

જાણે કે હજુ હમણાં જ જહાજને કોઇ મુકીને ગયું હોય એવું જોવા મળતું હતું.હજુ પણ જહાજનો આકાર જળવાઇ રહયો છે. આ ઘટના ૧૭૦ વર્ષ પહેલા બની હશે એવું જોઇને લાગતું નથી

જહાજના વર્ષો જુના અવશેષોના અભ્યાસ માટે મરજીવાઓએ જહાજના ઇન્ટેરિયરની અંદર જઇને અભ્યાસ કરવા માટે દૂરથી નિયંત્રિત કરી શકાતા આરઓવી પ્રકારના નાના વાહનોનો ઉપયોગ કર્યો હતો.

જહાજની અંદરની ચીજ વસ્તુંઓ અને મલબાને જોઇને પુરાતત્વવિદો અચંબામાં પડયા હતા. જયારે પણ ૧૭૦ વર્ષ જુના જહાજના ફોટા સાર્વજનિક કરવામાં આવશે ત્યારે લોકો માની પણ શકશે નહી.

આવનારી પેઢીના સંશોધન રસિયાઓ માટે આ ખૂબજ મહત્વનું ગણાશે. આ જહાજનો પાણીની અંદરથી વીડિયો પણ લેવામાં આવ્યો છે.એક રુમમાંથી પસાર થઇને બીજા રુમમાં

Read About Weather here

જોઇને ૨૦ થી વધુ કેબિન અને ડબ્બાઓ જોઇ શકાતા હતા. સૌથી નવાઇની વાત તો એ હતી કે ખોરાક ખાવા માટે વપરાતી પ્લેટો હજુ પણ આલમારી અને ડેસ્ક પર રાખવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here