આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

શુક્રવાર, 17 ડિસેમ્બર 2021

આ સમય શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો છે. તમે તમારી દિનચર્યાને લગતી જે પણ યોજના બનાવી છે તેના ઉપર ગંભીરતાથી અમલ કરો. પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતા કાર્યોને ભવિષ્ય માટે ટાળવા યોગ્ય રહેશે.આ સમયે રોકાણને લગતું કોઇ પ્લાનિંગ ચાલી રહ્યું છે તો સમય અનુકૂળ નથી. નુકસાન પણ થઇ શકે છે. વિના કોઇ કારણ મનમાં થોડી નિરાશા જેવો ભાવ પણ રહેશે. પોઝિટિવ લોકોના સાનિધ્યમાં થોડો સમય પસાર કરો.કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.સ્વાસ્થ્ય સારું રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

તમારા આત્મવિશ્વાસ તથા યોગ્યતાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ જાળવી રાખો. તમે તમારા કર્મ પ્રત્યે વિશ્વાસ તમારા ભાગ્યને બળ આપશે. કોઇ મુશ્કેલી આવે તો કોઇ સરકારી વ્યક્તિ પાસેથી તમને યોગ્ય સહયોગ અને સલાહ મળી શકે છે.કોઇ નજીકના સંબંધીના સ્વાસ્થ્યના કારણે મન થોડું નિરાશ રહી શકે છે. કોઇ મિત્રને આર્થિક મદદ કરવી પડી શકે છે. ઘરમાં કોઇ નાની વાતને લઇને વિવાદ ઊભો થવા દેશો નહીં. બાળકોએ પણ તેમના કરિયરને લઇને થોડો તણાવ રહેશે.પબ્લિક ડિલિંગ, ઓનલાઇ, મીડિયા વગેરેને લગતા વ્યવસાયમાં યોગ્ય ગતિવિધિઓ ચાલતી રહેશે.પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ મધુર રહેશે.પેટને લગતી કોઇપણ પ્રકારની મુશ્કેલી થાય તો બેદરકારી ન કરશો.

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

તમારું સમજી-વિચારીને નિર્ણય લેવું અને કોશિશ કરીને મોટાભાગના કામ જાતે જ પૂર્ણ કરવા તમને સફળતા આપશે. અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે. મુશ્કેલી આવે તો કોઇ વડીલની સલાહ તમને મદદગાર સાબિત થશે.ક્યારેક-ક્યારેક મનમાં નકારાત્મક વિચાર આવવાથી તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. આ સમયે બાળકોનું પણ અભ્યાસથી ધ્યાન ભટકી શકે છે. ગેરકાયદેસર કાર્યોમાં રસ લેશો નહીં.કાર્યક્ષેત્રમાં વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહી શકે છે.સ્વાસ્થ્ય સારું રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આ સમયે વધારે ધૈર્ય અને સંયમ રાખવાની જરૂરિયાત છે. દરેક વાતને ઊંડાણપૂર્વક સમજવી અને તેના ઉપર અમલ કરવો તમારો વિશેષ ગુણ રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ રહેશે.કોઇની નકારાત્મક વાતો તમને નિરાશ કરી શકે છે. તમારું મનોબળ જાળવી રાખો. ખોટી ગતિવિધિઓમાં સમય ખરાબ ન કરીને તમારા પરિવારની જરૂરિયાતો ઉપર ધ્યાન આપો. વડીલો સાથે થોડો સમય પસાર કરો.વ્યવસાયિક ગતિવિધિઓમાં થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે.પારિવારિક વાતાવરણ યોગ્ય જળવાયેલું રહેશે.વધારે તણાવના કારણે માનસિક અને શારીરિક થાક રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

વિપરીત પરિસ્થિતિમા તમે તમારી કાર્યકુશળતા દ્વારા ઉકેલ શોધી લેશો. સાથે જ છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત અને સુકૂન અનુભવ કરશો. નજીકના સંબંધીઓ તથા મિત્રો સાથે સંબંધ ગાઢ બનશે.આ સમયે તમારી યોજનાઓને શરૂ કરવા માટે સમય યોગ્ય નથી. નકારાત્મક વિચાર ઊભા થાય નહીં તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસને લગતી ગતિવિધિઓમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.વ્યવસાયમાં ગતિવિધિઓ બંધ જ રહેશે. ધૈર્ય જાળવવું.જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહી શકે છે.સ્વાસ્થ્ય સારું રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

દરેક કાર્યને યોજનાબદ્ધ રીતે કરતા જાવ, ચોક્કસ તમને સફળતા મળી શકે છે. પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિનો સહયોગ પણ રહેશે. ઘરમાં બાળકોની કિલકારીને લગતા શુભ સમાચાર પણ મળવાથી મન પ્રસન્ન રહી શકે છે.પારિવારિક સુખ-શાંતિમાં જૂની નકારાત્મક વાતો હાવી થવા દેશો નહીં. થોડો સમય અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો. તેનાથી વિચારોમાં પોઝિટિવિટી આવશે.વ્યવસાયિક દૃષ્ટિએ સમય સામાન્ય જ રહેશે.ઘરની કોઇ સમસ્યાને લઇને મતભેદ રહી શકે છે.આ સમયે આત્મબળમાં ઘટાડો આવી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

કામ વધારે રહેશે પરંતુ તમારી ક્ષમતા પ્રમાણે જ કામને અંજામ આપો. કોઇ શુભ સમાચાર મળવાથી તમે પોતાને ભાવનાત્મક રૂપથી ખૂબ જ સશક્ત અનુભવ કરશો. તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવી શકે છે.કાકાના ભાઈ-બહેનો સાથે કોઇ કારણોસર સંબંધ ખરાબ થઇ શકે છે. તમારા ઈગો અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. આ સમયે કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો યોગ્ય રહેશે નહીં. વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન આપો.કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓ આવવાથી તણાવ રહી શકે છે.પારિવારિક વાતાવરણ સુખદ અને તાલમેલભર્યું રહી શકે છે.

ખાનપાન પ્રત્યે સાવધાની જાળવો.

આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનું સમાધાન મળવાથી સુકૂન મળશે. પારિવારિક સભ્યો સાથે રોકાણને લગતી ગતિવિધિઓ ઉપર પણ ચર્ચા-વિચારણા કરો. યુવાઓને કરિયરને લગતા ઇન્ટરવ્યૂમાં સફળતા પણ મળી શકે છે.તમારી યોજનાઓને સંપૂર્ણ રીતે સમજી-વિચારીને જ શરૂ કરો. ઉતાવળમાં મુશ્કેલીઓ વધી શકે છે. ક્યારેક તમારા વિચારો ઉપર નકારાત્મકતા હાવી થઈ શકે છે. આત્મ અવલોકન દ્વારા તમારી આ ખામીને દૂર કરવાની કોશિશ કરો.વ્યવસાયિક પરિસ્થિતિઓ થોડી અનુકૂળ રહી શકે છે.તમારા ઘર-પરિવાર ઉપર કોઇ બહારના વ્યક્તિની દખલ થવા દેશો નહીં બદલાતા વાતાવરણના કારણે એલર્જી થઇ શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવ રહેવા માટે રચનાત્મક તથા રસના કાર્યોમાં થોડો સમય પસાર કરો. તેનાથી તમને માનસિક સુકૂન મળશે અને રિલેક્સ અનુભવ કરશો. ઘરની દેખરેખને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.બિનજરૂરી ખર્ચ ઉપર અંકુશ લગાવો. આ સમયે આર્થિક સ્થિતિ થોડી ધીમી રહી શકે છે. આજે તમારી યોજનાઓને શરૂ કરવા માટે અસમંજસની સ્થિતિ રહેશે. વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો.જો વ્યવસાયમાં કોઇ નવું કામ કરવાની શરૂઆત કરી છે તો હાલ ધૈર્ય રાખવું યોગ્ય રહેશે.પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો મનમુટાવ થઇ શકે છે.બ્લડ પ્રેશરની તપાસ કરાવો.

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે કોઇ સમાજ સેવી સંસ્થામાં તમારો યોગ્ય સહયોગ આપો. જેનાથી તમને આત્મિક સુકૂન મળશે. તમારા વ્યક્તિત્વ અને કાર્યપ્રણાલીમાં સારો નિખાર આવશે. યુવાઓને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.સંબંધોમાં કોઇપણ પ્રકારે મનમુટાવની સ્થિતિ ઊભી થવા દેશો નહીં. સમજદારી અને શાંતિથી સમય પસાર કરવો જ યોગ્ય છે. ખોટા કાર્યોમાં સમય નષ્ટ ન કરીને તમારી ઊર્જા પોઝિટિવ ગતિવિધિઓમાં લગાવો.વ્યવસાયને લગતી ગતિવિધિઓ ઉપર ચર્ચા-વિચારણાં કરવાની જરૂરિયાત છે.પારિવારિક વ્યવસ્થાને લઇને પતિ-પત્ની વચ્ચે કોઇ વિવાદ થઇ શકે છે.કોઇ વારસાગત બીમારીને લગતો રોગ ફરી થઇ શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

છેલ્લી થોડી અસફળતાઓથી બોધપાઠ લઇને તમે તમારા કાર્યોને વધારે સારા કરવાની કોશિશ કરશો. સાથે જ સંબંધોમાં આવતા મતભેદોને પણ ઉકેલવાની કોશિશ સફળ રહેશે. વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂમાં કે કરિયરને લગતી પરીક્ષાની તૈયારીમાં સંપૂર્ણ ધ્યાન રહેશે.તમારી ઉપર કામનો વધારે ભાર લેશો નહીં. આ સમયે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ ધ્યાન આપો. આળસ અને બેદરકારીથી તમે તમારું જ કોઇ નુકસાન કરી શકો છો. આ વાતનું ખાસ ધ્યાન રાખો.

નોકરી અને વ્યવસાયમાં અનુકૂળતા જળવાયેલી રહેશે.પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહી શકે છે.તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારી કાર્યક્ષમતાને વધારશે.

Read About Weather here

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

છેલ્લા થોડા દિવસોથી તમે જે કાર્ય કરવા માટે કોશિશ કરી રહ્યા હતાં, આજે તેને લગતી કોઇ આશા બની શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે મતભેદ દૂર થવાથી સંબંધોમાં સુધાર આવશે તથા તમારી ખોવાયેલી પ્રતિષ્ઠા પણ ફરી પ્રાપ્ત થઇ શકશે.આવક અને ખર્ચમા તાલમેલ જાળવી રાખો. બાળકોની કોઇ સમસ્યાને ધ્યાનથી સાંભળો અને તેનો ઉકેલ મેળવવાની પણ કોશિશ કરો. કોઇની પણ સાથે વ્યવહાર કરતી સમયે નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવો અન્યને નિરાશ કરી શકે છે.હાલ વ્યવસાયમાં વિસ્તારને લગતી યોજનાઓને ટાળો તો સારું રહેશે.કામ વધારે રહેવાથી ઘર-પરિવારમાં વધારે સમય પસાર કરી શકશો નહીં.માઇગ્રેન અને માથાનો દુખાવો વધવાથી પરેશાન રહેશો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here