હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપરલીક થતાં હોબાળો…

હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપરલીક થતાં હોબાળો...
હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપરલીક થતાં હોબાળો...


પરીક્ષાની આન્સર-કી મુકવાની પ્રક્રિયા સ્થગિત કરતું ગૌણસેવા પસંદગી મંડળ; હાલ અમને ચોક્કસ પુરાવા મળ્યા નથી, પોલીસ માહિતી આપે તો ફરિયાદ દાખલ કરીશું: ચેરમેન અસિત વોરા

મંડળ નિષ્પક્ષ પરીક્ષા થાય તેનું ધ્યાન રાખે છે, આજ દિવસ સુધી અમને ફરિયાદ મળી નથી છતાં પોલીસ કાર્યવાહી અને પુરાવાનાં આધારે કાર્યવાહી કરવામાં આવશે; કોરોના કાળમાં પણ પાંચ લાખ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી; ગૃહ રાજ્યમંત્રીએ તાકીદે બેઠક બોલાવી ત્યારબાદ મંડળનાં ચેરમેનની ખાસ પત્રકાર પરિષદ

ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થયાની ઘટના બાદ રાજ્યભરમાં દેકારો મચી જતા ગૃહ ખાતુ હરકતમાં આવી ગયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે તાકીદની બેઠક બોલાવી હતી અને ઉચ્ચ અધિકારીઓ પાસેથી પેપરલીકની વિગતો મેળવી જરૂરી કાર્યવાહીનાં આદેશ આપ્યા હતા.

દરમ્યાન ભારે દબાણ આવતા ગૌણસેવા પસંદગી મંડળનાં ચેરમેન અસિત વોરાને વિગતો જાહેર કરવા બહાર આવવું પડ્યું છે. પ્રારંભિક પગલા રૂપે પરીક્ષાની આન્સર-કી ની પ્રક્રિયા હાલ સ્થગિત કરવામાં આવી છે. પોલીસ પાસેથી વિગતો અને પુરાવા મળે એ પછી કાર્યવાહી કરવાની ચેરમેન વોરાએ ખાતરી આપી છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

રાજ્યભરમાં પેપરલીક કાંડ અંગે દેકારો થયા બાદ પત્રકારો સમક્ષ આવેલા મંડળનાં ચેરમેન અસિત વોરાએ એવું કહ્યું હતું કે, પેપરલીકનાં સમાચાર અમને પણ ટી.વી ચેનલનાં સમાચાર જોઇને મળ્યા છે.

પોલીસની 16 ટીમ તપાસ કરી છે પણ આજ દિવસ સુધી ગૌણસેવા પસંદગી મંડળને કોઈ ખાસ પુરાવા મળ્યા નથી. અમારી પાસે કોઈએ ફરિયાદ કરી નથી. છતાં પોલીસનાં અહેવાલ અને પુરાવાને આધારે અમે કાર્યવાહી કરશું અને પોલીસ ફરિયાદ નોંધાવશું.

અસિત વોરાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 186 જગ્યા માટે 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી છે. કોરોના કાળમાં પણ 5 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષાઓ નિષ્પક્ષ રીતે લેવાય તેનું મંડળ ધ્યાન રાખે છે. અમને હજુ તથ્ય આધારિત ચોક્કસ પુરાવા મળ્યા નથી. છતાં હેડ ક્લાર્ક પરીક્ષાની આન્સર-કી ની પ્રક્રિયા અમે સ્થગિત કરી છે. પુરાવા મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વિદ્યાર્થી નેતાઓએ એવી ટીકા કરી છે કે, બિનસચિવાલય પરીક્ષાનાં પેપરલીક વખતે પણ અસિત વોરાએ આવું જ નિવેદન આપ્યું હતું પણ બાદમાં પેપરલીકની માફીયાગીરી ઉજાગર થઇ હતી. આ વખતે પણ વોરા એવું કહેવા માંગે છે કે કશું થયું નથી.

2018 માં પણ વોરાએ આવો દાવો કર્યો હતો અને બાદમાં પેપરલીક માફીયાઓનો પર્દાફાશ થયો હતો.

દરમ્યાન પેપરલીક કાંડને પગલે ગૃહ રાજ્યમંત્રીએ ધડાધડ આદેશો કરતા પોલીસે વ્યાપક કાર્યવાહી કરી છે. ગાંધીનગર અને સબરકાંઠામાંથી 8 શકમંદોની અટકાયત કરવામાં આવી છે.

Read About Weather here

હિંમતનગરમાં 3 શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગૃહ ખાતુ અને પોલીસ એકદમ હરકતમાં આવી ગયા છે. અત્યારે રાજ્યને હચમચાવતા પેપરલીક કાંડ અંગે પોલીસની 16 ટીમો રાજ્યભરમાં તપાસ કરી રહી છે. પોલીસ ખાતાનાં તપાસનીશ અધિકારીઓએ પેપરલીક કાંડ અંગેનાં પુરાવા ગૃહ રાજ્યમંત્રી સમક્ષ રજુ કર્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here