કાશ્મીરનાં શ્રીનગરમાં પોલીસ બસ પર મોટો આતંકવાદી હુમલો, ત્રણ જવાન શહીદ

કાશ્મીરનાં શ્રીનગરમાં પોલીસ બસ પર મોટો આતંકવાદી હુમલો, ત્રણ જવાન શહીદ
કાશ્મીરનાં શ્રીનગરમાં પોલીસ બસ પર મોટો આતંકવાદી હુમલો, ત્રણ જવાન શહીદ

11 થી વધુ પોલીસ જવાનો ઘાયલ, સમગ્ર કાશ્મીર ખીણમાં સજ્જડ સુરક્ષા બંદોબસ્ત: કલમ 370 રદ થયા પછીનો આજદિન સુધીનો સૌથી મોટો ત્રાસવાદી હુમલો

જમ્મુ અને કાશ્મીરમાં 2019 પછીનો સૌથી મોટો ત્રાસવાદી હુમલો થયો છે. શ્રીનગરનાં ખૂબ જ સુરક્ષિત અને અભેદ્ય સુરક્ષા ધરાવતા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસની બસ પર આડેધડ ગોળીબાર કરતા ત્રણ પોલીસ જવાનો શહીદ થયા હતા અને અન્ય 11 જવાનો ઘાયલ થયા હતા.

ઓગસ્ટ 2019 માં કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 રદ થયા પછી અને પુલવામાનાં સીઆરપી કેમ્પ પર હુમલો થયા બાદ આ સૌથી મોટો આતંકવાદી હુમલો માનવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકી હુમલાની વિગતો મંગાવી હતી. વડાપ્રધાને ટવીટ કરીને શહીદ જવાનોનાં પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી અને પરિવારજનોને દિલસોજી પાઠવી હતી. પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આતંકી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને શહીદોનાં પરિવારજનોને ઘેરી દિલસોજી પાઠવી હતી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

પીડીપી નાં નેતા મહેબુબા મુકતીએ ટવીટ કર્યું હતું કે, શ્રીનગરનાં હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા એ સાંભળીને અત્યંત દુ:ખ થયું છે. રાજ્યમાં પરિસ્થિતિ સુધરી હોવાના દાવા ખોટા સાબિત થાય છે. તેમણે પરિવારજનોને શાંતવના પાઠવી હતી.

પોલીસે જણાવ્યા મુજબ શ્રીનગરનાં પરા વિસ્તારમાં ઝીવાન ખાતે જૈશ સંગઠનની પેટા પાંખનાં ત્રાસવાદીઓએ કાશ્મીર પોલીસની બટાલીયનની બસ પર બેફામ ગોળીબાર કર્યું હતું. ઘાયલ થયેલા તમામ 16 જવાનોને આર્મી હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં બે જવાનો સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા.

સ્કુટી પર આવેલા ત્રણ ત્રાસવાદીઓએ ગોળી વર્ષા કરી હતી અને નાસી છૂટ્યા હતા. પોલીસનાં વળતા ગોળીબારમાં ત્રાસવાદી ઘાયલ થયો હતો પણ હાથમાં આવ્યો નથી. ત્રાસવાદી જૂથ જેઈએમ ની એક પાંખ કાશ્મીર ટાઈગર્સ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે.

Read About Weather here

પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં કાયમી શાંતિ લાવવી હોય તો પાકિસ્તાન સાથે સરકારે વાટાઘાટો કરવી જ પડશે. બે દિવસ અગાઉ કાશ્મીરનાં બાંદીપોરમાં પણ બે જવાનો શહીદ થયા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here