આમાં બેટી ક્યાંથી પઢે? ક્યાંથી બચે?!!

આમાં બેટી ક્યાંથી પઢે? ક્યાંથી બચે?!!
આમાં બેટી ક્યાંથી પઢે? ક્યાંથી બચે?!!

દેશમાં ‘બેટી બચાવો’ ફંડની 80 ટકા રકમનો માત્ર પ્રચાર પાછળ ધુમાડો

લોકસભામાં રજૂ થયેલા ખૂદ સંસદની સમિતિનાં અહેવાલમાં ધડાકો: હવે માત્ર મીડિયા પ્રચારને બદલે ક્ધયાઓનાં ઉત્કર્ષમાં વધુ નાણાં વાપરવાની ભલામણ: છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 446.72 કરોડમાંથી 78 ટકા જેટલી જંગી રકમ ક્ધયા કલ્યાણને બદલે માત્ર પ્રચાર અને પ્રસિધ્ધિ પાછળ વપરાઈ
મહિલા સશક્તિકરણ અંગેની સંસદીય સમિતિએ ગઈકાલે લોકસભામાં રજુ કરેલા ખાસ અહેવાલમાં એવો ચોંકાવનારો ધડાકો કરવામાં આવ્યો છે કે, દેશની સૌથી મહત્વપૂર્ણ બેટી બચાવો, બેટી પઢાવો જેવી શિર્ષ યોજના માટે ફાળવવામાં આવેલા ફંડની લગભગ 80 ટકા જેવી જંગી રકમ માત્ર પ્રચાર અને પ્રસિધ્ધિ પાછળ ખર્ચીને યોજનાનાં મૂળ હેતુને પાર પાડવામાં સરકારને સફળતા મળી નથી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

આટલી મોટી રકમનું માત્ર મીડિયા પ્રચાર પાછળ ધુબાડો કરી નાખવામાં આવ્યો છે. હવે સરકારે ક્ધયાઓનાં શિક્ષણ, આરોગ્ય પર વધારે ખર્ચ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એવી સમિતિએ ભલામણ કરી છે.

લોકસભામાં રજૂ થયેલો અહેવાલ જણાવે છે કે, ગત 2016 થી 2019 સુધીમાં યોજના માટે રૂ. 446.72 કરોડ ફાળવવામાં આવ્યા હતા. તેમાંથી 78.91 ટકા જેવી જંગી રકમ અખબારો અને ટીવીમાં પ્રચાર અને પ્રસિધ્ધિ પાછળ જ વાપરી નાખવામાં આવી હતી. છેલ્લ 6 વર્ષ દરમ્યાન યોજના તરફ રાજકીય પક્ષો અને દેશ આખાનું ધ્યાન જરૂર ખેંચાયું છે અને દીકરીનાં કલ્યાણનું મહત્વ પ્રસ્થાપિત કરી શકાયું છે. જો કે હવે બાળાઓનાં એજ્યુકેશન, આરોગ્ય અને પોષણ પર વધુને વધુ રકમ ખર્ચવામાં આવે તે સમય પાકી ગયો છે.

હિના વિજયકુમાર ગાવીતનાં અધ્યક્ષ પદે રચાયેલી સમિતિએ અહેવાલમાં દર્શાવ્યું છે કે, બાળ કલ્યાણનાં મુદ્દા પર ભાર મુકવા અને ક્ધયાભ્રુણ હત્યા રોકવાના આશયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2015 માં બેટી બચાવો, બેટી પઢાવો યોજનાનો પ્રારંભ કરાયો હતો. આ યોજનાનો દેશના 405 જિલ્લામાં અમલ કરવામાં આવી રહ્યો છે. સમિતિએ એ હકીકતની પણ સખેદ નોંધ લીધી છે કે, યોજનાનાં પ્રારંભે અત્યાર સુધીમાં બજેટ માટે ફાળવવામાં આવેલી રકમમાંથી બહુ ઓછી રકમનો યોજનાના મૂળ લક્ષ્યાંક માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.

Read About Weather here

2020-21 માં રૂ. 622.48 કરોડ જેવી રકમ યોજના માટે ફાળવવામાં આવી હતી. પણ તેમાંથી માત્ર 25 ટકા ફંડનો ઉપયોગ થયો છે. એટલે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ યોજના પર માત્ર રૂ. 156.46 કરોડનો ખર્ચ કર્યો છે. સમિતિએ નોંધ કરી છે કે, દરેક જિલ્લામાં યોજનાનાં 6 લક્ષ્યાંક માટે દર વર્ષે ઓછામાં ઓછા રૂ. 50 લાખનો ખર્ચ કરવા માટે નિયમ બનાવવામાં આવ્યો છે. છતાં પ્રાચર પાછળ વધુ રકમ વાપરવામાં આવી રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here