રાજકોટવાસી ઓને 2022માં હીરાસર એરપોર્ટની ભેટ મળશે

રાજકોટવાસી ઓને 2022માં હીરાસર એરપોર્ટની ભેટ મળશે
રાજકોટવાસી ઓને 2022માં હીરાસર એરપોર્ટની ભેટ મળશે

એરપોર્ટનું કામ નિર્ધારિત સમય કરતાં ચાર મહિના વહેલું પુરૂ કરવા આદેેશ
એપ્રોચ રોડ બનાવી નાખવા એરપોર્ટ ઓથોરિટીને સૂચના અપાઈ

રાજકોટ-અમદૃાવાદૃ હાઈ-વે પર 1000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આકાર લઈ રહેલા આ એરપોર્ટના રન-વેનું કામ હજુ 65 ટકા જેટલું પાર પડયું છે, બોક્સ કલવર્ટ મુજબનું કામ પૂર્ણ થવું બાકી છે અને ટર્મિનલ બિલ્ડિંગ બનાવવાનું તો એક- દૃોઢ મહિના પહેલાં જ શરૂ થયું હોવાથી માત્ર બે- ત્રણ ટકા કામ જ થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

એવામાં ડેડલાઈન વહેલી કરી દૃેવામાં અવ્યાનું વિશ્ર્વસ્ત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અત્યારસુધીની ધારણા એવી હતી કે રન-વેનું કામ પૂર્ણ થયે ઓગસ્ટ- 2022માં ટ્રાયલ લેન્ડિંગ અને ટેક-ઓફ કરાવવું, ડિસેમ્બર 2022માં સમગ્ર પ્રોજેક્ટ પૂરો કરી દૃેવો અને માર્ચ 2023માં એરપોર્ટ કાર્યરત કરી દૃેવું,

પરંતુ હવે કેન્દ્ર સરકારે આઝાદૃીના 75મા વર્ષે જ આ એરપોર્ટનું લોકાર્પણ કરી દૃેવાનું નક્કી કરીને ડિસેમ્બર 2022ને બદૃલે ઓગસ્ટ 2022 સુધીમાં કામ નીપટાવી લેવા જણાવ્યું છે. સંબંધિત તંત્ર હવે આઠ-નવ મહિના જ હાથ પર હોવાનું માનીને આગળ વધી રહૃાું હોવાના નિર્દૃેશ મળી રહૃાા છે.

હીરાસર ખાતે સાવ વેરાન જમીન પર પાયેથી જ સંપૂર્ણ નવું (ગ્રીનફિલ્ડ) એરપોર્ટ બનાવવાનું હોવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માટે શરૂઆતથી જ નાના- મોટા અનેક પડકારો આવતા રહૃાા છે. હજુ હીરાસર ગામનું પુન: સ્થાપન પૂરેપૂરું પાર પડયું નથી,

ડોસલીઘૂના આસપાસ કેટલીક જમીનની લેવડ-દૃેવડ અટવાયેલી છે, જે પછી એરપોર્ટને હાઈ-વે સાથે જોડતો લાય-ઓવર સહિતનો એપ્રોચ રોડ પણ બનાવાનો છે. આ તમામ કામમાં હવે ઝડપ લાવવી પડશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે ટર્મિનલ બિલ્ડિંગ બનવાને વાર લાગે એમ છે, એટલે હાલ જર્મન ડોમ જેવું કામચલાઉ ટર્મિનલ બનાવી નખાશે. હાઈ-વે ઓથોરિટી ટૂંક સમયમાં જ સર્વિસ રોડ બનાવવાનું શરૂ કરી દૃેશે, જ્યારે એપ્રોચ રોડ બનાવી નાખવા એરપોર્ટ ઓથોરિટીને સૂચના અપાઈ છે.

અગાઉ ઓગસ્ટ 2022માં રન- વેની ટ્રાયલ લેવાની હતી, પરંતુ હવે નક્કી થયા મુજબ એ પહેલાં જ પ્લેન લોન્ચ કરાવડાવી દૃેવાશે, કેમ કે હવે બોક્સ કલવર્ટને લગતું 400 મીટર સહિત રન-વેનું કુલ 500 મીટર જેટલું જ કામ બાકી છેરાજકોટના

બે મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકી ગુજરાતની પહેલી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ) કાર્યરત થતાં હજુ એક-દૃોઢ વર્ષની વાર લાગે એમ છે, ત્યારે બીજા પ્રોજેક્ટ એવા હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ રાષ્ટ્રની આઝાદૃીના 75મા વર્ષે જ કરી

Read About Weather here

શકાય એ માટે એરપોર્ટનું કામ નિર્ધારિત સમય કરતાં ચાર મહિના વહેલું આટોપી લેવાના આદૃેશ છૂટયા છે. 2022 ના ઓગસ્ટ માસમાં મોટે ભાગે વડાપ્રધાનના હસ્તે જ ઉદ્ઘાટન કરાવવા તજવીજ શરૂ થઈ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here