આઝાદીનાં 75 વર્ષ પછી પણ આપણે જાતિવાદથી પીડિત: સુપ્રીમ

આઝાદીનાં 75 વર્ષ પછી પણ આપણે જાતિવાદથી પીડિત: સુપ્રીમ
આઝાદીનાં 75 વર્ષ પછી પણ આપણે જાતિવાદથી પીડિત: સુપ્રીમ

જ્ઞાતિ અને જાતિના વાદે થઇ રહેલી હિંસાઓને અટકાવવાનો સમય પાકી ગયો; કોઈપણ મુકદમાને જાતિવાદી રંગ આપવાથી સત્યની બલી ચડે છે, અદાલત


આઝાદીનાં 75 વર્ષ પછી પણ આપણે જાતિવાદ અને જ્ઞાતિવાદનાં દુષણ તથા જાતિવાદ પ્રરિક હિંસક ઘટનાઓથી મુક્ત થઇ શક્યા નથી.

તે અંગે સુપ્રીમ કોર્ટે ભારે ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટપણે ટકોર કરી હતી કે જાતિવાદ પ્રેરિક ધર્માન્ધતા, કટુતા અને જ્ઞાતિનાં નામે થતી હિંસાને શક્તિથી નકારી કાઢવાનો સમાજ માટે સમય આવી ગયો છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ઉતરપ્રદેશમાં અલગ-અલગ જ્ઞાતિનાં એક યુવક અને યુવતીની લગ્ન બાદ હિંસક ટોળાએ હત્યા કર્યા બાદ લાંબી સુનવણીને અંતે સુપ્રીમ કોર્ટે કડક ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે દેશમાં થઇ થયેલા ઓનરકિલીનનાં બનાવોને મક્કમતાથી અટકાવી દેવા સતાવડાઓને આદેશ આપ્યો હતો અને સાથે-સાથે ટકોર કરી હતી કે વિના વિલંબે અદાલતોનાં નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.

Read About Weather here

સુપ્રીમની બેન્ચે જણાવ્યું હતું કે, હિંસક ટોળાએ 12 કલાક સુધી મારમારીને બે નિર્દોષ યુવાનો અને એક મહિલાની હત્યા કરી નાખી હતી. આપણે આઝાદીનાં 75 વર્ષ પછી પણ જાતિવાદનું દુષણ ખતમ કરી શક્યા નથી. આ કિસ્સામાં અલ્હાબાદની હાઇકોર્ટે 23 આરોપીઓને સજા ફટકરી છે. જે સુપ્રીમે માન્ય રાખી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here