ગુજરાતની પ્રજા અને પર્યાવરણનાં ભોગે ઉદ્યોગોએ કરોડો રૂપિયા ખિસ્સામાં નાખ્યા: હાઈકોર્ટ

ગુજરાતની પ્રજા અને પર્યાવરણનાં ભોગે ઉદ્યોગોએ કરોડો રૂપિયા ખિસ્સામાં નાખ્યા: હાઈકોર્ટ
ગુજરાતની પ્રજા અને પર્યાવરણનાં ભોગે ઉદ્યોગોએ કરોડો રૂપિયા ખિસ્સામાં નાખ્યા: હાઈકોર્ટ

સાબરમતી જેવી નદીઓને પ્રદુષિત કરવા બદલ ઉદ્યોગો સામે અદાલતની લાલઆંખ: ઔદ્યોગિક કેમિકલ યુકત કચરો અને પાણી ઠાલવીને મનપાની ગટર સિસ્ટમને નુકશાન પહોંચાડવા બદલ ઉદ્યોગોને ફટકારતી હાઈકોર્ટ: વડી અદાલતનાં આકરા વિધાનોથી રાજ્યોની ઔદ્યોગિક આલમમાં ફેલાયો સન્નાટો

સાબરમતી જેવી મોટી નદીઓમાં ઔદ્યોગિક કચરો, રસાયણ અને દુર્ગંધ યુક્ત પાણીનો મારો ચલાવી નદીઓને પ્રદુષિત કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે રાજ્યનાં ઉદ્યોગોને ભારે ફટકાર લગાવી હતી.

હાઈકોર્ટની ખાસ બેન્ચે એવા આકરા વિધાનો કર્યા હતા કે ઔદ્યોગિક કચરો સતત ઠાલવીને મનપાનાં ગટર વ્યવસ્થા, પ્લાન્ટ અને સિસ્ટમને ભારે નુકશાન પહોંચાડવામાં આવ્યું છે.

ગુજરાતની પ્રજા અને પર્યાવરણનાં ભોગે અને લોકોના જાનનાં જોખમે ઉદ્યોગો કરોડો રૂપિયા એમના ખિસ્સામાં ઠાલવી રહ્યા છે.જેના પરિણામે સાબરમતી નદીને અકલ્પનીય નુકશાન થયું છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ઔદ્યોગિક એકમોનાં ભૂગર્ભ ગટર જોડાણો કાપી નાખવાની ઝુંબેશ અમદાવાદ મનપાએ હાઇકોર્ટનાં આદેશ પછી શરૂ કરી હતી. તેની સામે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ચેમ્બરે અદાલતમાં એવી ફરિયાદ કરી હતી કે, મનપા તંત્ર ઉદ્યોગિક એકમોની ગટરલાઈન કાપી નાખવાની સાથે-સાથે ઔદ્યોગિક કચરા નિવારણ પ્લાન્ટ સાથે ઉદ્યોગોનાં કનેક્શન પણ કાપી રહી છે.

આની સામે જસ્ટીસ જે.બી.પારડીવાલા અને જસ્ટીસ વી.ડી.નાણાવટી ની બેન્ચે સાફ-સાફ કહી દીધું છે કે, અમદાવાદ મનપા ઝુંબેશ ચાલુ રાખશે અને તેમાં ડખલ કરનારા સામે અદાલત દ્વારા કોર્ટ તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવશે.

હાઈકોર્ટે સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ચેમ્બરે નિષ્ણાંતોની વાત સાંભળી જ હશે. અદાલતમાં નિષ્ણાંતોએ કહ્યું છે કે સાબરમતી નદીનો 200 કિ.મી. લાંબો વિસ્તાર પ્રદુષણને કારણે ખતમ થઇ ગયો છે.

આ એવી સ્થિતિ છે જેમાં કોઈ સુધારો થઇ શકે તેમ નથી. તમે કરોડો રૂપિયા બનાવ્યા એ કોના ભોગે બનાવ્યા છે. ગુજરાતની પ્રજા, પર્યાવરણ અને જનતાનાં ભોગે બનાવ્યા છે. પ્રદુષણ વધારી દેવામાં આવ્યું છે. એટલે ઉદ્યોગોને દલીલ નિરર્થક અને બકવાસ છે. બંને જજ એ સ્પષ્ટ કહી દીધું હતું કે તમામ ઔદ્યોગિક એકમોએ તેમનો તમામ ઔદ્યોગિક કચરો ભૂગર્ભ ગટરલાઈનમાં નાખવાને બદલે ઔદ્યોગિક કચરાનાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવાના રહેશે. ઉદ્યોગો ગટરલાઈનમાં આવી રીતે કચરો ન ઠાલવી શકે.

Read About Weather here

એટલે તમને ગટરલાઈનની વ્યવસ્થા નહીં જ મળે અને મનપાની ઝુંબેશ ચાલુ જ રહેશે. ઉદ્યોગોએ નર્ક જેવી સ્થિતિ ઉભી કરી છે. સાબરમતી નદીને ખતમ કરી દીધી છે. એટલે ચેમ્બર આમાં કોઈ ડખલગીરી કરવા ન આવે. લાખો કરોડો લોકોના જીવન સાથે રમત રમી રહેલા ઉદ્યોગપતિઓને મનપા ખુલ્લા પાડે એવી વડી અદાલતે તાકીદ પાડી હતી અને રાત-દિવસ કામ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. આવા ઉદ્યોગપતિઓની તમામ વિગતો અદાલતમાં રજૂ કરવાનો પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. હાઇકોર્ટના આકરા વલણને કારણે ગુજરાત અને અમદાવાદની ઔદ્યોગિક આલમમાં સન્નાટો પ્રસરી ગયો છે અને દોડધામ પ્રસરી ગઈ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here