કોરોના પર મહાવિજયના પગલે રાજયભરમાં દિપાવલીની ભવ્ય ઉજવણીનો થનગનાટ

કોરોના પર મહાવિજયના પગલે રાજયભરમાં દિપાવલીની ભવ્ય ઉજવણીનો થનગનાટ
કોરોના પર મહાવિજયના પગલે રાજયભરમાં દિપાવલીની ભવ્ય ઉજવણીનો થનગનાટ

આબાદ વૃધ્ધ જીવનના મુલ્યની સમજી એકમેકને પ્રેમ અને સ્નેહથી રંગી નાખવા માટે તલપાપડ: મૃત્યુ હાર્યુ છે અને જીવન જીતી ગયું છે એ પળોને ભરપુર માણી લેવાનો દરેક વર્ગમાં અભુતપૂર્વ ઉત્સાહ: બાળકોને આનંદથી ફટાકડા ફોડવા દેવા, સમાજના વિવિધ વર્ગોના મહાનુભાવોએ વિનવણી કરી
જાણીતા ધર્મ ગુરૂ દિલ્હીના સદ્ગુરૂ જગ્ગી વાસુદેવનું ઉપયોગી સુચન, બાળકોને મોજથી ફટાકડા ફોડવા દો
પણ વાયુ પ્રદુષણ ઘટાડવા લોકો ત્રણ દિવસ ચાલીને ઓફિસ કે ધંધા પર જાય એ જ પર્વની સાચી ઉજવણી

કોરોનાની મહામારીએ બબ્બે વર્ષ સુધી દિપાવલી અને નવા વર્ષના આનંદ પર ટાઠુ પાણી રેડી દીધા બાદ આખરે કોરોના સામેના મહાજંગમાં મહાવિજય પ્રાપ્ત થતા નવા વર્ષની દિવાળીના પર્વને પુરા ઉંમગ,

Visit Saurashtra Kranti Homepage here

રોમાંચ, ઉત્સાહ સાથે ઉજવી લેવામાં સમાજનો દરેક વર્ગમાં જબરદસ્ત થનગનાટ જોવા મળી રહયો છે. મૃત્યુ હારી ગયું છે અને અંતે જીવન જીતી ગયું છે

એ પળોને ઉત્સવ રૂપે ભરપુર રીતે માણી લેવા માટે બાળકોથી માંડીને વૃધ્ધો સુધી બધા ખુબ જ રોમાંચીત થઇ ગયા છે અને સજ્જ થઇ ગયા છે. કુદરતે આપેલા જીવનના આનંદને માણવાના નવા

અવસરને વધામણા કરીને દિપાવલીનું પાવન પર્વ રંગેચંગે મનાવવાની અને નવા વર્ષને ગળે લગાડવાની ઉત્સાહભેર તૈયારીઓનો વિસ્ફોટ સમાજના દરેક વર્ગમાં જોવા મળી રહયો છે.

નવી આશા, નવા ઉંમગ, નવા સંકલ્પો સાથે દિવાળીનું પર્વ આ વખતે ખુબ જ રોનકદાર અને અનોખુ બની રહેશે. એટલો બધો જબરદસ્ત ઉત્સાહ અને ઉંમગ જનજીવનમાં જોવા મળી રહયો છે.

લોકો દુ:ખ, દર્દ અને મહામારીએ આપેલી કડવી યાદોને બાજુએ રાખીને નવ જીવનની નવી તકોને ભેટવા માટે આતુર બન્યા છે. લોકોને જીવનનું અને માનવીય મુલ્યનું મહત્વ બરાબર સમજાયેલું છે

એટલે દિપાવલી પર્વ સમાજના વિવિધ વર્ગો, વિવિધ ધર્મોના અનુયાયીઓ અને સમાજનાં દરેક લોકો માટે પ્રેમ, બંધુત્વ, ભાઇચારો અને એખલાસનું પર્વ બની રહેશે.

લોકો નવા વસ્ત્રોની ખરીદી સાથે સજ્જ થઇ ગયા છે. બાળકોમાં અદકેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહયા છે. જાતજાતની રસપ્રચુર મીઠાઇઓથી દુકાનો શોભી રહી છે

અને સુંગધ મોહરી રહી છે. ફુલોની બજારોથી શહેર આખું મગમગી રહયું છે. ડ્રાયફૂટની ખરીદીઓથી લોકોના બેઠકખંડના ટેબલ સજાવવમાં આવી રહયા છે.

સગા-સ્વજનો, આડોસી પાડોસી અને મહેમાનોને મધમીઠો આવકાર આપવા માટે પરિવાર આતુર બની ગયા છે. દિપાવલીનો પર્વ નવી આશાઓ સાથે આવી રહયો છે.

એટલે લોકો તેનો ભરપુર આનંદ માણવા અને એકેએક પળે યાદગાર તથા અવીસ્મરણીય બનાવી દેવા ચાહે છે. પ્રદૂષણને કારણે ફટાકડા ફોડવાના નિયંત્રણો દેશને સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યા છે.

દેશના પાટનગર નવી દિલ્હી, પશ્ર્ચિમ બંગાળ જેવા કેટલાક રાજયોમાં તો ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. જેનાથી બાળકોના આનંદ પર તરાપ લાગી છે.

સમાજના વિવિધ ધર્મોના વડાઓ, સંતો અને ધર્મગુરૂઓ તથા મહાનુભાવોએ સરકાર અને તંત્રને તેવી વિનંતી કરી છે કે, કમસે કમ બાળકોને માંડ માંડ મોકો મળ્યો છે.

ત્યારે ફટાકડાનો આનંદ ઉઠાવવા દેવો જોઇએ. વાયુ પ્રદૂષણએ ચિંતાની બાબત છે પણ બાળકોને નુકસાન ન થાય એવા ફટાકડા સાથે સમયસર આતશબાજી કરવા દેવી જોઇએ.

આ દિશામાં સૌથી વધુ અવાજ દિલ્હીના અધ્યત્મ ગુરૂએ ઉઠાવ્યો છે. જાણીતા ધર્મ ગુરૂ સદ્ગુરૂ જગ્ગી વાસુદેવે એવું સુચન કર્યુ છે કે, પ્રદૂષણના બહાના હેઠળ બાળકોને ફટાકડાનો આનંદ માણતા રોકી શકાય નહીં.

પ્રતિબંધની માંગણી કરનારા લોકોને તેમણે સલાહ આપી છે કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાને બદલે પ્રદૂષણ ઘટાડવા માટે લોકોએ ત્રણ દિવસ સુધી એમના દફતર અને કામ-ધંધાના સ્થળે ચાલીને જવું જોઇએ.

બાળકોને મજા માણવા દો.પશ્ર્ચિમ બંગાળમાં કોલકત્તા હાઇકોર્ટે ફટાકડા ફોડવા પર સંપુર્ણ પ્રતિબંધ લાગુ કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ અટકાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે

કે, જયાં હવામાન શુધ્ધ હોય અથવા નોંધપાત્ર પ્રમાણમાં ચોખ્ખુ હોય એવા વિસ્તારોમાં ગ્રીન ફટાકડા વહેચી શકાશે અને ફોડી શકાશે. આ રીતે ફટાકડાના મામલે દેશ વિભાજીત થઇ ગયો છે.

Read About Weather here

પરંતુ લોકોનાં ઉજવણીના ઉત્સાહ અને ઉમંગની ભરતીમાં કોઇ ઓટ આવી નથી. સહુ નાગરિકો અને ખાસ કરીને બાળકો સાવચેતી રાખીને ચોક્કસ સમય મર્યાદામાં આતશબાજીનો આનંદ લે એ જરૂરી છે. સહુને દિપાવલીની હદય પૂર્વકની શુભકામનાઓ.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here