બાંગ્લાદેશમાં પુજા-પંડાલો અને મંદિરોમાં ભારે તોડફોડ, ભારતમાં ઘેરી ચિંતા

બાંગ્લાદેશમાં પુજા-પંડાલો અને મંદિરોમાં ભારે તોડફોડ, ભારતમાં ઘેરી ચિંતા
બાંગ્લાદેશમાં પુજા-પંડાલો અને મંદિરોમાં ભારે તોડફોડ, ભારતમાં ઘેરી ચિંતા

પવિત્ર ધર્મ ગ્ંરથ કુરઆનશરીફનું અપમાન થયાની અફવાને પગલે ભારે કોમી તોફાનો: દુર્ગા પુજા દરમ્યાન હિંસા ખોરી અને તોડફોડના અહેવાલો ચિંતા જનક ગણાવતું ભારત

ઇસ્લામ ધર્મના પવિત્ર ધર્મ ગ્ંરથ કુરઆનશરીફનું અપમાન થયાની અફવા ફેંલાઇ તેના પગલે બાંગ્લાદેશમાં મોટા પાયે કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા અને અનેક દુર્ગા પુજા પંડાલો તથા હિન્દુ મંદિરો પર હિંસક લોકોએ હુમલા કરી ભારે તોડફોડ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ભારત સરકારે દુર્ગા પુજા દરમ્યાન થયેલી હિંસા અંગે ભારે ચિંતાની લાગણી વ્યકત કરી છે. બાંગ્લાદેશમાં સેંકડો તોફાની તત્વોના ટોળા ધુમી વળ્યા હતા અને અનેક પંડાલો અને મંદિરોમાં ભારે તોડફોડ કરી હતી.

મોટાપાયે કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા. ભારતીય હાઇકમિશન સતત બાંગ્લા સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે.

બાંગ્લાદેશમાં આવેલા નાનુઆર દીધી નદીના કાંઠે એક પુજા પંડાલમાં પવિત્ર કુરઆનનું અપમાન થયાનું સોશિયલ મીડિયામાં અફવા ફેંલાઇ તેના પગલે હિંસા ફાટી નિકળી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવકતા અરીન્દમ બાગચીએ દિલ્હી ખાતે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, પરિસ્થિતિને કાબુમાં લેવા બાંગ્લાદેશની સરકારે ઝડપથી પગલા લીધા તેની ભારતે નોંધ લીધી છે.

ખુબ જ ચિંતા કરાવતા અહેવાલો આવ્યા છે. દુર્ગા પુજા પંડાલોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ધાર્મિક મેળાવડા અને સભાઓ પર હુમલા કરવામાં આવ્યા છે. પણ બાંગ્લા સરકારે ત્વરીત પગલા લીધા છે અને સ્થિતિ કાબુમાં મેળવી છે. ભારત સરકાર તેની નોંધ લઇ રહી છે.

દુર્ગા પુજા ઉજવણી દરમ્યાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા. ભારે હિંસામાં પત્રકારો, પોલીસ કર્મીઓ સહિત 60થી વધુ લોકો ધાયલ થયા હતા. ચાંદપુર, હાજીગંજ જિલ્લામાં સૌથી વધુ તોફાનો થયા હતા.

ત્યારબાદ કેમીલા વિસ્તારમાં ધાર્મીક કટ્ટરવાદી ટોળાઓ અને પોલીસ સાથેની અથડામણમાં 50 જેટલા લોકોને ઇજા થઇ હતી. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વાજેદે તોફાની તત્વોને કડક ચેતવણી આપી છે અને જણાવ્યું છે

Read About Weather here

કે, હિન્દુ મંદિરો અને પુજા પંડાલો પર હુમલા કરનારા વિરૂધ્ધ કડકમાં કડક હાથે કામ લેવામાં આવશે કોઇને છોડવામાં નહીં આવે. તોફાની ગમે તે ધર્મનો હોય કાયદાની રીતે કડક કામ લેવાશે. વડાપ્રધાને એક દુર્ગા પુજા પંડાલમાં જઇને હિન્દુ સમાજના ભકતોને શુભેચ્છાઓ આપી હતી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here