ભૂપેન્દ્ર પટેલ પાક્કું કામ કરે છે : PM મોદી

ભૂપેન્દ્ર પટેલ પાક્કું કામ કરે છે : PM મોદી
ભૂપેન્દ્ર પટેલ પાક્કું કામ કરે છે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં વખાણ કરતાં કહ્યું કે ‘હું તેમને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ઓળખું છે. નાની શરૂઆત કરીને આજે તેઓ મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ખૂબ ઓછું અને મધુર બોલે છે. જે કામ કરે છે એ પાક્કું કામ કરે છે. તેઓ ગુજરાતને વધુ આગળ લઈ જશે એનો મને વિશ્વાસ છે. મુખ્યમંત્રી બનતા અગાઉ પણ તેમણે ખૂબ કામ કર્યું છે, જે આગળ પણ કરતા રહેશે.

વડાપ્રધાને પોતાના પ્રવચનમાં 1919માં છગનભાઈએ કડીમાં શરૂ કરેલા સર્વ વિદ્યાલયની વાત કરવાની સાથે સાથે ભીખાભાઈ પટેલ, ભાઈકાકા, મોહન લાલજી પટેલ, વીરજી પટેલ, નગીન પટેલ, સાકળચંદ પટેલ, ગણપત પટેલ

સહિતના શિક્ષણક્ષેત્રમાં આગવું કામ કરનારા તમામને યાદ કરીને પટેલ મહાનુભાવોએ ગુજરાતના શિક્ષણમાં આપેલા પ્રદાનને યાદ કર્યું હતું. સુરતના વાલક પાટિયા પાસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અદ્યતન હોસ્ટેલના પ્રથમ ફેઝનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદી દ્વારા કરાયું હતું.

વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે પટેલ સમાજ દ્વારા ગુજરાતમાં શિક્ષણને લઈને ખૂબ કામ કરવામાં આવ્યું છે. આ શિક્ષણધામ હોસ્ટેલ પણ આવનારા સમયમાં લોકોને ખૂબ મદદગાર બનશે તેમજ રાષ્ટ્રને આ હોસ્ટેલથી ખૂબ લાભ થશે.

આ પ્રસંગે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં ભરપેટ વખાણ કરતાં કહ્યું, કે ખૂબ મહેનતું છે અને કામ પાક્કું કરે છે તથા સુરતમાંથી શરૂ થયેલા બેટી બચાવના જે-તે વખતના અભિયાનને પણ યાદ કર્યું હતું.

વડાપ્રધાને દેશવાસીઓને વિજ્યાદશમીની શુભકામના પાઠવવાની સાથે સાથે રામાયણનો પ્રસંગ ટાંકતાં કહ્યું હતું કે અસૂરી શક્તિ સામે આપણે વિજય મેળવવાનો છે,

Read About Weather here

જેના માટે જ્ઞાન શક્તિ પણ ખૂબ જરૂરી છે. આ હોસ્ટેલ એમાંની એક સાબિત થશે. આજના પવિત્ર દિવસે આ પવિત્ર કામનું પુણ્ય મને મળ્યું એનો પણ આભાર માનું છું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here