સૌરાષ્ટ્ર-ગુજરાત તરબતર: હવે ‘શાહીન’ વાવાઝોડાનો ખતરો

સૌરાષ્ટ્ર-ગુજરાત તરબતર: હવે ‘શાહીન’ વાવાઝોડાનો ખતરો
સૌરાષ્ટ્ર-ગુજરાત તરબતર: હવે ‘શાહીન’ વાવાઝોડાનો ખતરો

રાજયની વરસાદની ઘટ પુરી, મેઘ મલ્હારમાં કુલ 94 ટકા પાણી ઠલવાયું: આજે જૂનાગઢ અને ગોંડલ સિવાય મેઘાનો વિરામ, કેશોદનો ધેડ પંથકમાં ઘોડાપુર: ખેતીને કરોડોનું નુકસાન થયાનો અંદાજ, સૌથી વધુ વિસાવદરમાં 12 ઇંચ, લખપતમાં 8 ઇંચ

રાજયનાં 196 તાલુકાઓમાં વરસાદ, 200 માર્ગો બંધ થતા વાહન વ્યવહારને અસર: મેઘરાજાએ ભરપુર પાણી વરસાવ્યું પણ મહામુલો પાક છીનવી લીધો, ઉભા પાકનો સોથ વળ્યો: હાલાર પંથકમાં ફરીથી વરસાદ શરૂ થતાં શહેરનો રણજીત સાગર ડેમ વધુ એકવાર છલકાયો

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભાદરવાને ભરપુર બનાવી મેઘરાજાએ અવિરત અને વ્યાપક કૃપા વરસાવતા રાજયની વરસાદની ઘટ લગભગ પુરી થઇ ગઇ છે. અનેક જળાશયો એકથી વધુ વાર છલકાઇ ઉઠયા છે. ભરપુર પાણી વરસાવીને મેઘરાજાએ આજે મોટા ભાગના વિસ્તારોમાં વિરામ લીધો છે. પરંતુ હાલાર, જુનાગઢ અને ગોંડલમાં સવારથી ફરી મુસળધાર વરસાદ શરૂ થઇ ગયાના વાવડ છે. મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતને પાણી તો ભરપુર આપ્યુ પણ સામે મહામુલો પાક છીનવી લીધો છે. હવે રાજય પર શાહીન વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહયો હોવાથી વહીવટી તંત્રને એકદમ એલર્ટ કરવામાં આવ્યું છે.

એનડીઆરએફની 17 ટીમો તૈનાત કરવામાં આવી છે. તમામ જિલ્લાના વહીવટી તંત્રને વાવાઝોડા સામે સવચેતી અને સતર્કતાના આગોતરા પગલા લેવા રાજય સરકારે આદેશ આપ્યો છે. છેલ્લા 3 દિવસના મેઘ તાંડવમાં સૌથી વધુ વિસાવદરમાં 12 ઇંચ વરસાદ થયો છે. ત્યારે સૌથી ઓછો કચ્છના લખપતમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. વિસાવદરના બે ડેમ ઓવરફલો થયા છે. જયારે આજે જામનગરમાં ઉપરવાસ વરસાદને પગલે શહેરનો જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ફરીથી ઓવરફલો થયો છે. આ લખાય છે ત્યારે સવારે 11:30 વાગ્યાથી ગોંડલ અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. જેના કારણે ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે. દ્વારકામાં બે દિવસથી અવિરત ધોધમાર વરસાદ થઇ રહયો હોવાથી આખુ દ્વારકા શહેર પાણી પાણી થઇ ગયું છે. કેશોદનાં ઘેડ પંથકમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

હવામાન ખાતાએ હજુ વરસાદની આગાહી કરી છે. રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, ભરૂચ અને આણંદમાં આવનારા 48 કલાકમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સરકારના આંકડા મુજબ ભાદરવાનાં મેઘ તાંડવની કૃપાથી સૌરાષ્ટ્રમાં કુલ 111 ટકા વરસાદ થયો છે. કચ્છમાં 104 ટકા, દક્ષિણ ગુજરાતમાં 91 ટકા, મધ્ય ગુજરાતમાં 82 ટકા અને ઉત્તર ગુજરાતમાં કુલ 71 ટકા વરસાદ થઇ ગયો છે. ધુધવતા જળરાશી અને પુરતાંડવને કારણે ખેતરો અને શહેરો બેટ બની ગયા હોવાથી ઉભા પાકનો સોથ વળી ગયો છે અને ખેતીને કરોડો રૂપીયાનું નુકસાન થયાનું અંદાજવામાં આવે છે.

રાજયનાં કુલ 196 તાલુકાઓમાં ધોધમાર વરસાદ થયો છે જેના પગલે 200 માર્ગો બંધ થઇ ગયા છે અને વાહન વ્યવહારને અસર થઇ છે. ગીર જંગલમાં 12 ઇંચ વરસાદ ખાબકયો હોવાથી સોનરખ નદી ગાંડીતુર થઇ છે. શાહીન વાવાઝોડાની શકયતા હોવાથી કંડલા સહિતના તમામ બંદરો પર ત્રણ નંબરના સીગ્નલ ફરકાવવામાં આવ્યા છે. ચંક્રવાતની અસરથી સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારમાં કલાકનાં 60 થી 150 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.

Read About Weather here

સપ્ટેમ્બર મહિનાના વરસાદને કારણે એકલા રાજકોટ જિલ્લામાં 27માંથી 21 જળાશય ઓવરફલો થઇ ગયા છે. રાજયભરમાં એનડીઆરએફની 17 ટીમ અને એસડીઆરએફની 8 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર વગેરે શહેરોમાં 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. એસડીઆરએફની ટુકડીઓ રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ખેડા ખાતે મોકલવામાં આવી છે. રાજયમાં 97 ટકા વરસાદ થઇ ગયો હોવાનું નોંધાયું છે એટલે ચોમાસાના પ્રારંભે અને અંત ભાગ સુધી અનુભવાતી વરસાદની ધટ લગભગ પુરી થઇ છે. રાજયમાં પ્રચંડ વરસાદને કારણે મગફળી, કપાસ, બાજરો સહિતના ખેતીના પાકોમાં ભારે નુકસાન થયાની ભીતી સેવાઇ છે. હાલાર અને દેવભૂમિ દ્વારકાના 39 પૈકી 32 ડેમ છલોછલ થઇ ગયા છે.

તા.1 ઓકટોબર સુધીમાં એટલે કે આવતીકાલ શુક્રવાર સાંજ સુધીમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સીસ્ટમ શાહીન વાવાઝોડામાં તબદીલ થવાની આગાહી થઇ છે. વાવાઝોડુ ગુજરાતના કાંઠા તરફથી પસાર થઇને ઓમાન તરફ આગળ વધી જાય તેવી શકયતા છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થવાની આગાહી થઇ છે. ગુજરાતના 65 ડેમ સંપુર્ણ પણે છલોછલ થઇ ગયા છે. 207 ડેમમાં 73.89 ટકા પાણીનો જથ્થો થઇ ગયો છે. સૌરાષ્ટ્રનાં 141 પૈકીના 53 ડેમ બિલકુલ છલકાઇ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં 13માંથી 5 ડેમ અને મધ્ય ગુજરાતના 17માંથી 5 ડેમ સંપુર્ણ ભરાયા છે. કચ્છમાં 20 ડેમમાંથી માત્ર 1 ડેમ અને ઉત્તર ગુજરાતમાં 15માંથી માત્ર 1 ડેમ ભરાયાનું જાહેર થયું છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here