અમેરિકાનાં કોર્પોરેટ જગતને પ્રભાવિત કરતા મોદી

અમેરિકાનાં કોર્પોરેટ જગતને પ્રભાવિત કરતા મોદી
અમેરિકાનાં કોર્પોરેટ જગતને પ્રભાવિત કરતા મોદી

વડાપ્રધાન સાથેની મુલાકાતને અદ્દભુત ગણાવતા તમામ સી.ઈ.ઓ

અમેરિકામાં નરેન્દ્ર મોદીની યાત્રા દમામદાર રીતે આગળ વધી રહી છે.

ગઈકાલે વડાપ્રધાને પાંચ અલગ-અલગ સેક્ટરની અમેરિકી કંપનીઓનાં સી.ઈ.ઓ સાથે મુલાકાત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ બેઠકમાં મોદી સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીને અમેરિકી કોર્પોરેટ જગતનાં માંધાતાઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. ક્વાલ્કોમ કંપનીનાં વડાએ તો મોદી સાથેની મુલાકાત અદ્દભુત ગણાવી હતી.

એડોબ કંપનીનાં વડા અને મૂળ ભારતીય શાંતનું નારાયણ, જનરલ એટોમીક્સ સી.ઈ.ઓ વિવેકલાલ, ક્વાલ્કોમનાં ક્રિસ્ટીયાનો એમોન, ફર્સ્ટ સોલાર કંપનીનાં માર્ક વિડમાર તથા બ્લેક સ્ટોન કંપનીનાં સ્ટીફન સ્વાઝમેન સાથે મોદીએ સઘન ચર્ચા વિચારણા કરી હતી.

વિશ્વ સ્તરનાં ઉદ્યોગ જગત માટે ભારતનાં વ્યાપક અને વિશાળ તકો ઉભી થયાનું મોદીએ જણાવ્યું હતું. ક્વાલ્કોમનાં હેડ એમોને ફાઈવ-જી તેમજ ડીજીટલ ઇન્ડિયાનાં પ્રોજેક્ટમાં રસ બતાવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ અમેરિકી કોર્પોરેટ જગત સાથે અનેક મુદ્દાઓ પર વ્યાપારી ભાગીદારી પર વિચારોની આપ-લે કરી હતી. જળવાયુ પરિવર્તન, રિન્યુએબલ એનર્જી, ડીજીટલ ઇન્ડિયાનાં પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

તમામ કોર્પોરેટ વડાઓએ ભારત સાથે કામ કરવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

સૌરઊર્જા સેમીકંડકટર ફાઈવ-જી જેવા ક્ષેત્રોમાં કામ કરવાનો રસ બતાવ્યો હતો.
વિવેકલાલ સાથેની મોદીની બેઠક મહત્વની જણાઈ છે. કેમકે લશ્કરી દળો માટેનાં જરૂરી અતિઆધુનિક ડ્રોનની સૌથી મોટીઉત્પાદક કંપનીનાં સી.ઈ.ઓ એક ભારતીય છે. ભારતે લશ્કરી દળોની ત્રણેય પાક માટે મોટી સંખ્યામાં ડ્રોન ખરીદવાની તૈયારી બતાવી છે.

Read About Weather here

વિવેકલાલ પણ સુરક્ષા ક્ષેત્રે ભારત અને અમેરિકાનાં સંબંધોને નવી ઉચાઈએ લઇ જવા માટે ઉત્સુક જણાયા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here