પેટ્રોલિયમ પ્રોડક્ટને જી.એસ.ટી હેઠળ આવરી લેવા નાણા મંત્રીનો ઇનકાર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

હજુ પેટ્રોલ-ડીઝલ ને જી.એસ.ટી માળખામાં લેવાનો સમય પાક્યો નથી: નિર્મલા, સરકારનાં ઇન્કારનાં પગલે પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાની ગતિ યથાવત રહેશે: હવે ઓનલાઈન ફૂડપાર્સલ મંગાવનાર પર જી.એસ.ટી નો ડામ

પેટ્રોલિયમ પ્રોડક્ટને જી.એસ.ટી હેઠળ આવરી લેવાનો નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્કાર કર્યો છે. ગઈકાલે યોજાયેલી જી.એસ.ટી કાઉન્સીલ બાદ કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ સહિતની પેટ્રોલીયમ પેદાશોને જી.એસ.ટી માં સમાવવાનો હજુ સમય આવ્યો નથી.

Visit Saurashtra Kranti Homepage here

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, કેરાલા હાઈકોર્ટનાં આદેશ પર જી.એસ.ટી કાઉન્સીલની બેઠકમાં ચર્ચા થઇ હતી. પણ સભ્યો એક મુદ્દા પર સ્પષ્ટ હતા કે પેટ્રોલિયમ ઉત્પાદનને અત્યારે જી.એસ.ટી માં સમાવી શકાય નહીં. આ અંગે હાઈકોર્ટને પણ જાણ કરવામાં આવશે.

નિર્મલાએ એવું પણ જાહેર કર્યું હતું કે ડીઝલ સાથે બાયોડીઝલનું મિશ્રણ કરવાની કામગીરી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કરી રહી છે. એટલે ડીઝલમાં મિશ્રિત કરવા માટે વપરાતા બાયોડીઝલ પરનો જી.એસ.ટી દર 12 ટકા થી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે.

એ જ રીતે કોરોના સારવારમાં વપરાતી દવાઓમાં અપાયેલી જી.એસ.ટી દરની રાહત 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.નાણામંત્રીએ ઉમેર્યું હતું કે, તમામ પ્રકારની પેન પર એકસરખો 18 ટકા જી.એસ.ટી દર રહેશે. ફૂડ ડિલીવરી કરતી ઝોમેટો

અને સ્વીગી જેવી ઓનલાઈન ડિલીવરી બદલ જી.એસ.ટી ચાર્જ ચૂકવવો પડશે. જો કે કોઈ નવો વેરો લાદવામાં આવ્યો નથી. કેટલાક રેસ્ટોરાં સંચાલકો વેરા ચૂકવાતા ન હોવાથી હવે ઓનલાઈન ડિલીવરી એપને વેરો ચુકવવાની ફરજ પડશે.

Read About Weather here

એટલે હવેથી ઝોમેટો અને સ્વીગી જેવી વચ્ચેની આ કંપની પાસેથી સ્વાદિષ્ટ ભોજનનાં પેકેટ મંગાવવાનું પણ મોંઘુ પડશે. હવે આ કંપનીઓ ડિલીવરી કરે ત્યારે બિલમાં જી.એસ.ટી પણ લગાવી દેશે. (2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here