ભાજપ સાંસદ મોહન કુંડારીયા અને ચેતન રામાણી વચ્ચે આંતરિક બોલાચાલી

ભાજપ સાંસદ મોહન કુંડારીયા અને ચેતન રામાણી વચ્ચે આંતરિક બોલાચાલી
ભાજપ સાંસદ મોહન કુંડારીયા અને ચેતન રામાણી વચ્ચે આંતરિક બોલાચાલી

બંને નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ હોવાની લોકોમાં ચર્ચા
રાજકોટ. રાજકોટમાં રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન થાય તે પહેલા જ રાજકોટના સાંસદ મોહન કુંડારીયા અને ચેતન રામાણી વચ્ચે આંતરિક બોલાચાલી થઇ હતી. ચેતન રામાણીએ મોહન કુંડારીયાને 7 વર્ષથી કાર્યાલય ન ખોલવા મામલે ટોણો માર્યો હતો. તેમજ કુંડારીયાને ખરી ખોટી સંભળાવી હતી. આથી મોહન કુંડારિયા રોષે ભરાયા હતા અને તમારે જે કરવું તે કરવાનું. ત્યારે ચેતન રામાણીએ કહ્યું કે, તમે કહ્યું કે આઘા કરો. બાદમાં કુંડારીયાએ કહ્યું કે, તમારે જેમ ફાવે તેમ બોલવાનું.
બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ રહી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો.પ્રદીપ ડવ અને રાજ્યસભાના સાંસદ બંને વચ્ચે પડી બંનેને શાંત કર્યા હતા. જોકે આ તમાશો વીડિયોમાં કેદ થતા ભાજપના નેતાઓને નીચા જોવા જેવું થયું હતું. બંને વચ્ચે શાબ્દિક યુદ્ધને ઉપસ્થિત લોકો પણ જોતા રહ્યા હતા. જોકે, બોલાચાલી મુદ્દે મોહન કુંડારીયાએ જણાવ્યું હતું કે, હું કોઈને ફરિયાદ નહીં કરું, મારો સ્વભાવ નથી. લાઈનમાં ઉભા રહેવાને લઈ ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીના સ્વાગત માટે રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરા, કલેક્ટર અરૂણ મહેશ બાબુ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, એસપી બલરામ મીણા, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના અધિકારીઓ હાજર હતા ત્યારે જ બંને નેતા વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ પણ હાજર હતા. છતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ બંને નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ હોવાની ચર્ચા લોકોમાં થવા લાગી હતી.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here