ગુજરાતનાં વડાપાઉં અને ભાજી પુલાવ હવે અમેરિકા, કેનેડા આરોગશે

ગુજરાતનાં વડાપાઉં અને ભાજી પુલાવ હવે અમેરિકા, કેનેડા આરોગશે
ગુજરાતનાં વડાપાઉં અને ભાજી પુલાવ હવે અમેરિકા, કેનેડા આરોગશે

ઓસ્ટ્રેલીયામાં પણ ગુજરાતી વાનગીઓનો રસથાળ પહોંચ્યો
અમદાવાદ સહિતનાં મહાનગરોની જાણીતી બ્રાન્ડના વિદેશની ભૂમિ પર

વડાપાઉં, ભાજી પુલાવ, સેન્ડવીચ, ઘૂઘરા જેવી અલ્પાહારની રસપ્રદ અને ચટાકેદાર વાનગીઓ પાછળ ગુજરાતીઓ ઘેલા છે. એવું કહેવાય છે કે, વિશ્ર્વમાં જ્યાં-જ્યાં ગુજરાતી જાય ત્યાં-ત્યાં પોતાની ખાનપાનની રસમો અને રહેણીકરણીને પણ સાથે લઇ જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

એ દિશામાં ગુજરાતીઓ એક ડગલું આગળ વધી ગયા છે. અમદાવાદમાં ખૂબ જ વિખ્યાત વડાપાઉં, ભાજી પુલાવ અને સેન્ડવીચના જાણીતા વેપારીઓ દ્વારા વિદેશની ભૂમિ પર આઉટવેટ ખોલવામાં આવી રહ્યા છે.

ટૂંકમાં હવે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં સ્થાનિક અને ગુજરાતી લોકો ગુજરાતી વાનગીનો આ સ્વાદ માણતા થઇ જશે.

અમદાવાદ, વડોદરા જેવા મહાનગરોની કેટલીક વિખ્યાત બ્રાન્ડ દ્વારા ઓસ્ટ્રેલીયા, કેનેડા તથા અમેરિકામાં અલગ-અલગ શહેરોમાં વડાપાઉં વહેંચવાનું શરૂ કરવામાં આવ્યું છે.

અમેરિકાનાં નોર્થ કેરોલીના વિસ્તારમાં અમદાવાદની એક જાણીતી પેઢી દ્વારા વડાપાઉં અને ભાજી પુલાવના સ્ટોલ ખોલવામાં આવ્યા છે. જ્યાં સાંજ પડે સ્થાનિક બિનનિવાસી ગુજરાતીઓ ઉપરાંત વિદેશીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે

અને રસપૂર્વક વડાપાઉં તથા પુલાવ આરોગી રહ્યા છે. કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ વસે છે. એટલે વડાપાઉંનાં વિક્રેતાઓ અમદાવાદથી ટોરંટો સહિતનાં કેનેડાનાં મુખ્ય શહેરોમાં પહોંચી રહ્યા છે

Read About Weather here

અને ધડાધડ વડાપાઉંનાં સ્ટોલ ખોલી રહ્યા છે. વિદેશી નાગરિકોની મોટી ભીડ જામતી હોવાનું અને ધંધો પુરબહારમાં ખીલી રહ્યો હોવાનું અમદાવાદની જાણીતી બ્રાન્ડ જય ભવાની વડાપાઉંના માલિકે જણાવ્યું હતું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here