ગ્રામ્ય ભારતના 37% બાળકોની ઓનલાઇન અભ્યાસમાં ગુટલી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

કોરોનાએ શિક્ષણ વ્યવસ્થાની ધોરખોદી, 48% બાળકોને હજુ વાંચવાના ફાફા: દેશ વ્યાપી ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ સર્વેક્ષણનાં ચોકાવનારા તારણો: 97% વાલીઓનો મત શાળાઓ જલ્દી ફરી ખુલી જાય એ જરૂરી

કોરોના અને લોકડાઉન તથા મહામારી પ્રેરીત જાતજાતના નિયંત્રણને પગલે દેશની ગ્રામ્ય શિક્ષણ વ્યવસ્થાની ધોરખોદાઇ ગઇ છે અને સૌથી વધુ નુકશાન એ થયું છે કે, બાળકોની અભ્યાસમાંથી રૂચી ઉઠી જતી જોવા મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

ઓનલાઇન શિક્ષણની પ્રક્રિયામાં દેશના ગ્રામ્ય વિસ્તારના 37% બાળકો બિલકુલ હાજરી આપતા ન હોવાનું બહાર આવ્યું છે. માત્ર 8% બાળકો જ નિયમીત રીતે ઓનલાઇન શિક્ષણ પ્રક્રિયામાં ભાગ લઇ રહયા છે.

તાજેતરમાં દેશમાં 15 રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં શાળાના બાળકોનું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ અંગેની ખાસ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

ગયા મહિને ઓગસ્ટમાં હાથ ધરાયેલા અભ્યાસના તારણો વાલીઓની આંખ ઉઘાડનારા બની રહયા છે. અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે, 48% જેટલા બાળકો બે-ચાર શબ્દોથી વધુ કશુ વાંચી શકતા નથી.

37% બાળકો ઓનલાઇન શિક્ષણમાં હાજરી આપતા નથી. ગુજરાત, હરીયાણા, ચંદિગઢ, દિલ્હી, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડીસા, પંજાબ, તામીલનાડુ, યુપી અને પશ્ર્ચિમ બંગાળમાં આ ખાસ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સર્વે થઇ રહયો હતો ત્યારે માત્ર 28% બાળકો ઓનલાઇન શિક્ષણમાં નિયમિત હાજરી આપતા દેખાયા હતા. જયારે 37% વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણમાં ભાગ જ લેતા ન હતા.

લગભગ અડધાથી વધુ બાળકો એટલે કે 48% બાળકો એક કે બે શબ્દોથી વધુ લખી, વાંચી શકતા ન હોતા એવું જાણવા મળ્યું હતું. મોટાભાગના વાલીઓએ મુલાકાતમાં જણાવ્યું હતું

કે, કોરોના લોકડાઉનને કારણે અને શાળાઓ બંધ થઇ જવાથી અમારા સંતાનોની લેખન અને વાંચનની ક્ષમતા બિલકુલ ખતમ થઇ રહી છે. વાલીઓએ તાત્કાલિક શાળાઓ શરૂ કરવા વિનમણીના સુરમાં માંગણી કરી હતી.

સર્વેક્ષણમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ઓનલાઇન શિક્ષણની પ્રક્રિયા ખુબ જ મર્યાદીત છે અને બાળકો બરાબર સીખી શકતા નથી એ કારણે માત્ર 24% વિદ્યાર્થીઓ ઓનલાઇન વર્ગમાં નિયમીત હાજર રહે છે.

આ શહેરી વિસ્તારનો આંકડો છે જયારે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 8% બાળકો નિયમીત હાજરી આપતા જણાયા છે. બાળકોનો રસ ઉડી જવાનું બીજુ મુખ્ય કારણ એ છે

કે, મોટા ભાગના પરીવારો સ્માર્ટ ફોન લેવાની સ્થિતિમાં નથી. જે પરીવારો સ્માર્ટ ફોન અપાવી શકયા છે ત્યાં પણ શહેરી વિસ્તારોમાં માત્ર 31% બાળકો અને ગ્રામ્ય વિસ્તારના માત્ર 15% બાળકો ઓનલાઇન શિક્ષણમાં બેસે છે.

ઓનલાઇન શિક્ષણની સુવિધાનું પ્રમાણ શહેરીવિસ્તારોમાં 23% અને ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 8% જણાયું છે. મોટા ભાગના બાળકોને ઓનલાઇન શિક્ષણમાં બરાબર સમજાતુ ન હોવાની ફરીયાદો પણ સાંભળવા મળી હતી.

શહેરી વિસ્તારનાં બે તૃતીયાઉસથી વધુ વાલીઓનું માનવું છે કે, ઓનલાઇન શિક્ષણના ગાળા દરમ્યાન એમના બાળકોની લખવા અને વાંચવાની ક્ષમતા ઘટી ગઇ છે.

ટીવી પરથી પ્રસારીત થતા શિક્ષણ કાર્યમાં પણ નગણ્ય હાજરી જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 1% અને શહેરી વિસ્તારોમાં માત્ર 8% બાળકો ટીવીના શિક્ષણ કાર્યક્રમો નિહાળે છે.

શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંકલનની દ્રષ્ટિએ પણ નબળી પરિસ્થિતિ જોવા મળી છે. કેટલાય મહિનાઓથી વિદ્યાર્થીઓ એમના શિક્ષકોને રૂબરૂ મળી પણ શકયા નથી.

શિક્ષકો પણ ઓનલાઇન પધ્ધતીથી બરાબર ભણાવી શકતા નથી અથવા તો ખાસ રૂચી ધરાવતા નથી. તેઓ પણ વિદ્યાર્થીઓ સાથે જીવંત સંપર્ક ગુમાવી ચુકયા છે.

Read About Weather here

એટલે શાળાઓ ફરી શરૂ થાય ત્યારે ગુમાવેલા અભ્યાસ ક્રમને કારણે બાળકોને ધણ તકલીફ પડી શકે છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here