તાલીબાનો સાથે યુધ્ધ વિરામની ઓફર કરતું પંજશીર

તાલીબાનો સાથે યુધ્ધ વિરામની ઓફર કરતું પંજશીર
તાલીબાનો સાથે યુધ્ધ વિરામની ઓફર કરતું પંજશીર

પંજશીર ખીણમાં ઘમાસાણ યુધ્ધ ચાલુ, વિજયના સામસામા દાવા: તાલીબાનો સામે લડતા લડાકુ ફ્રન્ટના પ્રવક્તાનું મોત: પંજશીરના લડાકુ દળોએ તાલીબાનો સાથે યુધ્ધ વિરામની ઓફર કરી: પંજશીર ખીણના યુધ્ધમાં લડાકુઓના ચીફ કમાન્ડરનું પણ મોત

Read National News : Click Here

અફ્ઘાનીસ્થાનમાં પંજશીર ખીણમાં તાલીબાનો અને પંજશીર લડાયત ફ્રન્ટ વચ્ચે હજુ ઘમાસાણ યુધ્ધ ચાલી રહ્યું છે. ગઈકાલે ખૂનખાર લડાઈમાં નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટના પ્રવક્તા ફહીમ ડસ્ટીનું મૃત્યુ નિપજ્યું હતું. વ્યવસાય પત્રકાર એવા ડસ્ટી મોરચા પરથી અવારનવાર યુધ્ધના અહેવાલો વિશે ટવીટ કરતા રહેતા હતા. તેઓ જમાતે ઇસ્લામી પક્ષના સભ્ય અને અફઘાન પત્રકાર ફેડરેશનના સભ્ય પણ હતા.

Read About Weather here

પંજશીર ખીણમાં ગઈકાલે 600 થી વધુ તાલીબાનો માર્યા ગયાનું પ્રતિકાર દળોએ દાવો કર્યો હતો. તો બીજી તરફ તાલીબાન દળોના પ્રવક્તા બિલાલ કરીમીએ જણાવ્યું હતું કે, પંજશીરની રાજધાની જઝારક હવે હાથવેથમાં છે. આસપાસના વિસ્તારો પર તાલીબાનોએ વર્ચસ્વ સ્થાપી લીધું છે. તાલીબાનોએ મોટી સંખ્યામાં શસ્ત્રો, દારૂગોળો અને વાહનો કબ્જે કર્યા હતા. સેંકડો લડાકુઓને પણ કબ્જે કર્યા છે.

તાલીબાન સાથે લડાઈ વધુ ઉગ્ર બનતા હવે પ્રતિકાર દળોએ યુધ્ધ વિરામની ઓફર કરી છે. લડાકુ દળોના વડા એહમદ મસુદે વાટાઘાટોથી ઉકેલની ઓફરને આવકાર આપ્યો છે. યુધ્ધ વિરામ કરવાની પણ તૈયારી બતાવી છે. મસુદે ટવીટ કર્યું હતું કે જો તાલીબાનો હુમલા બંધ કરે તો પ્રતિકાર દળ લડાઈનો અંત લાવવા તૈયાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here