શેરબજારનો શુક્રવાર સુધર્યો: સેન્સેક્સ 58000 અને નિફ્ટી 17250ને પાર

શેરબજારનો શુક્રવાર સુધર્યો: સેન્સેક્સ 58000 અને નિફ્ટી 17250ને પાર
શેરબજારનો શુક્રવાર સુધર્યો: સેન્સેક્સ 58000 અને નિફ્ટી 17250ને પાર

ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસે તેજી જોવા મળી રહી છે. માર્કેટ નવા રેકોર્ડ સાથે ખુલ્યા છે. પ્રથમ વખત સેન્સેક્સ 58000 અને નિફ્ટી 17250ની પાર પહોંચ્યો છે. હાલ 10.15 કલાકે સેન્સેક્સ 226 અંક વધી 58078 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 65 અંક વધી 17299 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ઓટો, ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

બજાજ ઓટો 1.89 ટકા વધી 3792.00 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ટાઈટન કંપની 1.79 ટકા વધી 2002.00 પર કારોબાર કરી રહ્યો છે. જોકે HUL, ટેક મહિન્દ્રા, HCL ટેક, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HUL 0.73 ટકા ઘટી 2778.85 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 0.28 ટકા ઘટી 1434.70 પર કારોબાર કરી રહ્યો છે. ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 514 અંક વધી 57852 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 158 અંક વધી 17234 પર બંધ રહ્યો હતો. આ પહેલા સેન્સેક્સ 57423 અને નિફ્ટી 17095 પર ખુલ્યો હતો.

કારોબાર દરમિયાન નિફ્ટીએ 17245નો નવો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સ પર TCS, HUL, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા, નેસ્લે સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. TCS 3.34 ટકા વધી 3837.95 પર બંધ રહ્યો હતો. HUL 2.53 ટકા વધી 2800.00 પર બંધ રહ્યો હતો. M&M, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એમએન્ડએમ 2.29 ટકા ઘટી 752.50 પર બંધ રહ્યો હતો. બજાજ ઓટો 0.79 ટકા ઘટી 3728.00 પર બંધ રહ્યો હતો.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here