કેવડીયા કોલોનીમાં ભાજપની પ્રદેશ કારોબારીનો પ્રારંભ

કેવડીયા કોલોનીમાં ભાજપની પ્રદેશ કારોબારીનો પ્રારંભ
કેવડીયા કોલોનીમાં ભાજપની પ્રદેશ કારોબારીનો પ્રારંભ

એક સાથે 3-3 કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની મુલાકાતે: પહેલી વખત પેપરલેશ કારોબારી, દરેક સભ્યોને ટેબલેટ અપાયા: સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ, ભુપેન્દ્ર યાદવ, પરસોતમ રૂપાલાની હાજરી: મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ પહોંચ્યા

સરદાર પટેલ પ્રતિમા કેવડીયા કોલોની ખાતે આજથી ભાજપની પ્રદેશ કારોબારીનો શુભારંભ થયો છે અને એકથી વધુ કેન્દ્રીય મંત્રીઓ ખાસ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે અને કારોબારીમાં હાજરી આપી રહયા છે. ગુજરાતમાં પહેલી વખત પ્રદેશ ભાજપની પેપર લેશ કારોબારી બેઠક મળી રહી છે. દરેક સભ્યોને ટેબલેટ આપવામાં આવ્યા છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ, કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રી પરસોતમ રૂપાલા અને ભુપેન્દ્ર યાદવ પણ ખાસ હાજરી અપી રહયા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ગુજરાતના પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તા પણ કારોબારીમાં હાજરી આપી રહયા છે. કેવડીયા કોલોની વિસ્તારમાં યોજાઇ રહેલી કારોબારીમાં અનેક પ્રસ્તાવ પસાર કરવામાં આવનાર છે એવું જાણવા મળ્યું છે. પ્રદેશ સંગઠનથી માંડીને અનેક મહત્વના લોક પ્રશ્ર્નો પર સઘન ચર્ચા કરવામાં આવશે. ગુજરાતની જમીન અને દરીયાઇ સરહદોની સુરક્ષા અંગે પણ ઉંડી ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આજે કારોબારીના પ્રારંભે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ભુપેન્દ્ર યાદવ, પરસોતમ રૂપાલા, મુખ્યમંત્રી રૂપાણી તથા અન્ય દિગ્ગજ નેતાઓએ દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાના દર્શન કર્યા હતા અને પુષ્પાજંલી અર્પણ કરી હતી. પ્રારંભમાં કેવડીયા કોલોની ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એકપો અંગે ખાસ બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ સુરક્ષા મંત્રીએ કારોબારી બેઠકમાં હાજરી આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આપી રહી છે ત્યારે કેવડીયા કોલોની ખાતે યોજાયેલી પ્રદેશ ભાજપ કારોબારીની બેઠકને રાજકીય રીતે ખુબ જ સુચક માનવામાં આવી રહી છે.

Read About Weather here

આ બેઠકમાં વિધાનભાની ચૂંટણીઓ પહેલા ખાસ વ્યૂહ રચના અને સંગઠનને વધુ મજબુત બનાવવાની દિશામાં પણ સઘન ચર્ચા કરવામાં આવશે તેમ માનવામાં આવે છે. બપોર સુધીમાં સંખ્યાબંધ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં મહત્વના પ્રસ્તાવમાં કેન્દ્ર અને રાજય સરકારને અભિનંદન આપતા પ્રસ્તાવનો પણ સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે કારોબારી બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં ભ્રષ્ટાચાર બેફામ હતો ઉરીની ઘટનાને કારણે દુનિયાને ખોટો સંદેશો મળ્યો હતો પરંતુ ભાજપ સરકારે આતંકવાદને દામવા માટે સુરક્ષાદળો અને એજન્સીઓને પુરેપુરી છૂટ આપી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે ગાંધીજીના નામનો ખાલી ઉપયોગ જ કર્યો છે. તેમણે ભાજપની સફળતા માટે કાર્યકરોની મહેનતને યશ આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here