અવારનવાર અવા ગતકડા કરતી કોન્સ્ટેબલને કાયદાનું ભાન કરાવાયું
મહેસાણા જિલ્લામાં ફરજ દરમિયાન અવારનવાર ટીકટોક ટાઈપના વિડીયો ઉતારીને વાઈરલ કરી વારંવાર વિવાદોમાં સપડાતી મહિલા કોન્સ્ટેબલને અંતે મહેસાણા જિલ્લા પોલીસ વડાએ કાયદાનું ભાન કરાવ્યું છે અને સજા કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
તાજેતરમાં જન્માષ્ટમીના પવિત્ર તહેવાર દરમિયાન આ લેડી કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીને સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં ફરજ પર મુકવામાં આવી હતી. અહીં પણ મંદિરની ફરતે પ્રદક્ષિણા કરતા-કરતા આ વિડીયો શોખીન કોન્સ્ટેબલ અલ્પિતાએ ચાલુ ફરજે પોતાનો નવો વિડીયો બનાવ્યો હતો અને વાઈરલ પણ કરી દીધો હતો.
અગાઉ પણ અવારનવાર આ લેડી પોલીસ કર્મી આવા વિડીયો બનાવીને વિવાદોમાં સપડાઈ હતી. ઉપરી અધિકારીઓની ચેતવણી છતાં આ મહિલાએ ફરીવાર પોત પ્રકાશ્યુ હતું અને બહુચરાજી મંદિર જેવી જગ્યામાં પોતાનો અલગથી વિડીયો બનાવી નાખ્યો હતો અને જાણે કોઈ મોડેલ હોય તેમ ફરજમાં ધ્યાન આપવાને બદલે મંદિરની ફરતે ચક્રવા લીધા હતા.
Read About Weather here
આ વખતે તેની હરકતથી રોષે ભરાયેલા મહેસાણા જિલ્લા પોલીસવડાએ અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરી દીધી છે.(૨.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here