ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ

સુપ્રીમનો મહત્વપૂર્ણ ચૂકાદો…!
સુપ્રીમનો મહત્વપૂર્ણ ચૂકાદો…!

3 તો મહિલા જજ, ગુજરાતના બેલા ત્રિવેદીએ પણ શપથ ગ્રહણ કર્યા

પેલી વખત સુપ્રીમકોર્ટના ઓડીટોરીયમમાં શપથવિધિ સમારંભ યોજાયો

સુપ્રીમનાં જજ ની સંખ્યા વધીને ૩૩ થઈ: મુખ્ય ન્યાયમૂર્તિ રમણાએ શપથ લેવડાવ્યા

દેશના ન્યાયતંત્રનાં ઈતિહાસમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટના નવા નિયુક્ત 9 જજ ની એક સાથે શપથવિધિનો અનોખો સમારંભ યોજાયો હતો. 9 જજ નાં શપથવિધિ સમારંભનું આયોજન સુપ્રીમના ઈતિહાસમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટના ઓડીટોરીયમમાં થયું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમણાએ તમામ 9 જજ ને શપથ લેવડાવ્યા હતા. આ રીતે મુખ્ય ન્યાયમૂર્તિ સહિત સુપ્રીમના જજ ની સંખ્યા વધીને 33 થઇ હતી.

સુપ્રીમમાં 34 જજ ની નિયુક્તિ કરી શકાય છે. જેમાંથી એકની નિમણુંક મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે થતી હોય છે. આજે શપથ લેનારા 9 માંથી ત્રણ તો મહિલા જજ છે. જેમાં ગુજરાતના જસ્ટીસ બેલા.એમ.ત્રિવેદીનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

શપથ ગ્રહણ કરનારા તમામ જજ ની નામાવલી નીચે પ્રમાણે છે. જસ્ટીસ અભય શ્રીનિવાસ ઓકા, જસ્ટીસ વિક્રમનાથ, જસ્ટીસ જીતેન્દ્રકુમાર મહેશ્વરી, જસ્ટીસ હિમા કોહલી, જસ્ટીસ બી.વી.નાગરત્ન, જસ્ટીસ સી.ટી રવિકુમાર, જસ્ટીસ એમ.એમ.સુંદરરેશ, જસ્ટીસ બેલા.એમ.ત્રિવેદી અને જસ્ટીસ પી.એસ. નરસિમ્હા.

આ નવ પૈકીનાં ત્રણ જજ નાથ, નાગરત્ન અને નરસિમ્હા મુખ્ય ન્યાયમૂર્તિ બનવાની દોડમાં પણ છે.

પરંપરાગત રીતે નવા જજ ની શપથવિધિ સુપ્રીમના મુખ્ય ન્યાયમૂર્તિના કોર્ટ રૂમમાં થતી હોય છે. પરંતુ એક સાથે 9 જજ શપથ લઇ રહ્યા હોવાથી કોવિડ પ્રોટોકોલના પાલન માટે ઓડીટોરીયમમાં વિધિ કરવામાં આવી હતી. આ તમામ નામની ભલામણો ગત 17 મી ઓગસ્ટના રોજ સુપ્રીમના કોલેજીયમ દ્વારા કરવામાં આવી હતી.

Read About Weather here

પરિણામે 21 મહિનાથી ચાલતી મડાગાંઠનો અંત આવ્યો હતો. હાઈકોર્ટના જજ 62 વર્ષની વયે નિવૃત થાય છે. જયારે સુપ્રીમના જજ 65 વર્ષની વયે નિવૃત થતા હોય છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here