ધર્માંતરણનું નવું કૌભાંડ ઝડપાયું: કાશ્મીર ‘કનેકશન’ ખુલ્યું

ધર્માંતરણનું નવું કૌભાંડ ઝડપાયું: કાશ્મીર ‘કનેકશન’ ખુલ્યું
ધર્માંતરણનું નવું કૌભાંડ ઝડપાયું: કાશ્મીર ‘કનેકશન’ ખુલ્યું

ગુજરાત પોલીસની વધુ એક મોટી સફળતા, બે ત્હોમતદારોને ઝડપવા કાર્યવાહી શરૂ: હવાલા મારફત આરોપીઓને રૂ.60 કરોડ અને વિદેશી ફંડ પેટે રૂ.19 કરોડ મળ્યાનો ધડાકો

નાણાની લાલચ આપીને ધર્માંતરણ કરાવવાનું વધુ એક મોટું કૌભાંડ ઝડપી લેવામાં ગુજરાત પોલીસને એક મોટી સફળતા સાપડી છે. નાણાની જંગી લેવડ દેવડની વિગતો પણ ખુલી છે અને નાણાના સહારે બળજબરીથી ધમાર્ંતરણ કરાવવા તથા ફંડ પેટે મળેલા નાણાથી સીએએનાં વિરોધીઓને નાણાકિય સહાય કરવાના આરોપ સર યુપીના પાટનગર લખનવથી ગુજરાત પોલીસે બે શખ્સોની ધરપકડ કરી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વડોદરાના પોલીસ કમિશનર સમસેર સિંઘે જણાવ્યું હતું કે, આરોપીઓ સામે આઇપીસીની કલમ 153-એ, 465 અને 120-બી હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં જ આ તોહમતદારોને હવાલા ચેનલમાંથી રૂ.60 કરોડ અને વિદેશી ફંડ પેટે રૂ.19 કરોડનું જંગી ધન રાશી પ્રાપ્ત થયાનું તપાસમાં ખુલ્યં છે.

કમિશનરે જણાવ્યું હતું કે, હવાલાનાં નાણા દુબઇ થઇને આવતા હતા. એટલું જ નહીં બ્રિટન, અમેરીકા અને યુએઇમાંથી પણ ટ્રસ્ટ મારફત વિદેશી ફંડ મળતું હતું. આ શખ્સોએ પાંચ રાજયોમાં 103 મસ્જીદો પણ બંધાવી હતી. એટલું જ નહીં સરકાર વિરોધી દેખાવો માટે પણ નાણા પૂરા પાડયા હતા. કાશ્મીર સાથે પણ ચોક્કસ પ્રકારના સંપર્ક હોવાનું ખુલ્યું છે.

આ બન્ને તોહમતદારો મહોમ્મદ ઉમર ગૌવતમ અને સલાઉદીન શૈખ બન્ને હાલ લખનઉની જેલમાં છે. અને ટ્રાન્ફર વોરન્ટ લઇને વડોદરા પોલીસ બન્નેનો કબજો સંભાળવા લખનવ પહોંચી ગઇ છે.

Read About Weather here

દિલ્હીનો રહેવાસી ઉમર ગૌવતમ ગત જૂન મહિનામાં જ ધર્માતરણના આરોપ સર યુપીએટીએસના હાથમાં ઝડપાઇ ગયો હતો જયારે યુપીએટીએસની ટીમે ગયા મહિને શૈખની ધરપકડ વડોદરાના પાણી ગેટ વિસ્તારમાંથી કરી હતી. આ ટોળકી ગેરકાયદે ધર્માતરણનું કૌભાંડ ચલાવી રહી હતી. વડોદરા પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી માટે પાંચ સભ્યોની સીટની રચના કરી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here