ગુજરાતની યાત્રાએ પધારતા અમિત શાહ

ગુજરાતની યાત્રાએ પધારતા અમિત શાહ
ગુજરાતની યાત્રાએ પધારતા અમિત શાહ

આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રીનો બેઠકોનો ધમધમાટ: જન્માષ્ટમી દિને ગર્ભવતી મહિલાઓ માટે ખાસ લાડું વિતરણ યોજનાનો પ્રારંભ

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓનો સમય બદલાશે, 1 સપ્ટેમ્બરથી આખો દિવસ શાળાઓમાં શિક્ષણ કાર્ય કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય


કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આવતા વેત કેન્દ્રીય ગૃહમંત્રીએ વિકાસ લક્ષી બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે વતન ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

Visit Saurashtra Kranti Homepage here

આજે અમદાવાદ મનપાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ છે જેમાં એએમસીના વિકાસ કામો કેટલા પુરા થયા? કેટલા બાકી છે? તેની સમીક્ષા કરવામાં આવશે ત્યાર બાદ ગૃહમંત્રી કલેકટર સાથે બેઠક યોજી રહયા છે. જેમાં પોતાના સંસદીય મત વિસ્તારમાં થયેલા વિકાસ કામોની તેઓ વિગતો મેળવશે.

વિવિધ પ્રોજેકટ અંગે અધિકારીઓ સાથે બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આજે અમદાવાદ ખાતે દિશા અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિકાસ લક્ષી પ્રોજેકટની પ્રગતી અંગે ગૃહમંત્રી અમિત શાહ અંદાજ મેળવશે. ગાંધીનગરમાં પણ વિકાસ લક્ષી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

Read About Weather here

જન્માષ્ટમીના પર્વ પર ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સાળંદ ખાતે ગર્ભવતી મહિલાઓ માટેની પૌષ્ટીક લાડું વિતરણ યોજનાનો સુભારંભ કરવામાં આવશે. આ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી માટે ત્રણ દિવસના ભરચક કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. તેઓ જન્માષ્ટમી પર્વની અમદાવાદમાં તેમના નિવાસ સ્થાને ઉજવણી કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here