ઐતિહાસિક શુક્રવાર:એક દિવસમાં જ..!

ઐતિહાસિક શુક્રવાર:એક દી માં જ..!
ઐતિહાસિક શુક્રવાર:એક દી માં જ..!

મોદીએ મહાન સિધ્ધી તરીકે લેખાવી રસીકરણની કામગીરી લોકોની પ્રશંસા

દેશમાં રસીકરણ શરૂ થયા બાદ પહેલીવાર એટલા મોટાપાયે રસી અપાઈ

દેશમાં કોરોના વિરોધી રસીકરણની દ્રષ્ટિએ શુક્રવારનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. એક જ દિવસમાં 1 કરોડ નાગરિકોને વેક્સિનનાં ડોઝ આપવામાં આવ્યા હતા. કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયું હતું કે, દેશવ્યાપી વેક્સિનેશન શરૂ થયા પછી પહેલી વખત એટલી મોટી સંખ્યામાં રસીકરણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સિધ્ધીને વધાવી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આરોગ્ય ખાતાએ કોરોના સંક્રમણ પ્રસરતું અટકાવા માટે પૂરતા પગલા લેવા અને તહેવાર ઉપર ચેપ વધતો અટકાવવા કેરળ અને મહારાષ્ટ્ર સરકારોને પત્ર લખીને તાકીદ કરી છે. કેન્દ્રનાં ગુરૂ સચિવ રાજેશ ભૂષણ બંને રાજ્યોનાં મુખ્ય સચિવોને પત્ર પાઠવી કોવિડને અંકુશમાં લેવા પાંચ મુદ્દાની વ્યૂહરચના સુચવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિનેશન વિક્રમની નોંધ લેતા જણાવ્યું હતું કે, 1 કરોડનો આંક એક દિવસમાં પાર કરવો એ મહાન સિધ્ધી છે. રસી મુકાવનારા લોકો અને રસીકરણ પ્રક્રિયાની ફરજ બજાવનારા તમામને અભિનંદન આપું છું.

Read About Weather here

આરોગ્ય ખાતાનાં આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં વેક્સિનનાં ૬૨ કરોડ ડોઝ અપાઈ ગયા છે. એ પણ અનોખા પ્રકારની સિધ્ધી ગણાય છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here