આસામમાં આદિવાસી આતંકીઓના હુમલામાં પાંચનાં મોત

આસામમાં આદિવાસી આતંકીઓના હુમલામાં પાંચનાં મોત
આસામમાં આદિવાસી આતંકીઓના હુમલામાં પાંચનાં મોત

ગુરૂવારે મોડી રાતના સીમેન્ટ અને કોલસા ભરેલા ટ્રકો અટકાવી બેફામ ગોળીબાર, એકને ગંભીર ઇજા: અલગ રાજય માંગતા દિમાસા આદિવાસીઓના લડાયક જૂથો દ્વારા લોહીની હોળી ખેલાઇ: સીમેન્ટ ફેકટરી સંચાલકોએ ખંડણી ન આપતા શસ્ત્રો હુમલો કરાયાની શંકા

Visit Saurashtra Kranti Homepage here

આસામમાં છેવાડાનાં દિમાહસાવ જિલ્લામાં ગઇ રાત્રે સીમેન્ટના ટ્રકો અટકાવી આદિવાસી આતંક સંગઠનના ત્રાસવાદીઓએ આડેધડ ગોળીબાર કરતા પાંચનાં મોત થયા છે અને એકને ગંભીર ઇજા થઇ છે તેવું પોલીસે જાહેર કર્યુ હતું. ભીમા હસાવ જિલ્લામાં દિમાસા આદિવાસી જાતીના સંગઠન નેશનલ લીબરેશન આર્મીએ હુમલો કર્યો હોવાનું સત્તાવારાઓ માણે છે.

દિમાહસાવ જિલ્લાના પોલીસ વડા જયંતસિંઘે જણાવ્યું હતું કે, ગુરૂવારે રાત્રીનાં સમયે શસ્ત્ર આદિવાસી જૂથે પસાર થતાં સીમેન્ટ અને કોલસા ભરેલા ટ્રક અટકાવ્યા હતા અને આડેધડ ગોળીઓ છોડતાં પાંચ ડ્રાઇવર અને કિલીનરનું મૃત્યુ થયું હતું.

બેફામ ગોળીબાર કરીને ત્રાસવાદી જૂથે તમામ ટ્રકોને આગલગાડી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે, વધારાના સુરક્ષાદળોનો કાફલો ઘટના સ્થળે ધસી રહયો છે અને હુમલા ખોરોને પકડી લેવા માટે સમગ્ર વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી રહી છે.

પોલીસવડા સિંઘે જણાવ્યા મુજબ આ વિસ્તારમાં સીમેન્ટની ફેકટરીઓ દ્વારા ખંડણી આપવાની મનાઇ કરવામાં આવ્યા બાદ દિમાસા આતંકવાદી સંગઠને હુમલો કર્યો હોવાની પોલીસને શંકા છે અત્યારે સંમગ્ર વિસ્તારમાં કોમ્બીન ઓપરેશ ચલાવવામાં આવી રહયું છે.

આસામનાં આ છેવાડાના જિલ્લામાં કુલ 1,42,413 દિમાલા આદિવાસીઓ વસે છે અને આદિવાસીઓ અલગ દેશ આપવાની માંગ સાથે શસ્ત્ર લડત ચલાવી રહયા છે.દિમાસા જાતી એ આસામાં પહેલેથી વસતી સ્થાનીક મુળ નિવાસી આદિવાસી જાતી પૈકિની એક છે.

Read About Weather here

અન્ય આદિવાસીઓ પાસેના નાગાલેન્ડમાં વસે છે. દિમાસા જાતીની સંસ્કૃતિ ભાષા અને દિમાસા રાજાશાહીની પુન: સ્થાપના કરવાના હેતુંથી આદિવાસીઓએ હથીયાર ઉઠાવ્યા છે અને દેશ સામે લડત ચલાવી રહયા છે. આસામમાં અગાઉ પણ આવા અનેક સંગઠનો શસ્ત્રો બળવો કરી ચુકયા છે. જેમાં મુખ્યત્વે બોદોલેન્ડ જૂથ વધુ પુખ્યાત છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here