રાજકોટ મેયરના ડેશ બોર્ડ પર સીધો લોક ફરીયાદોનો જબરો ધસારો

રાજકોટ મેયરના ડેશ બોર્ડ પર સીધો લોક ફરીયાદોનો જબરો ધસારો
રાજકોટ મેયરના ડેશ બોર્ડ પર સીધો લોક ફરીયાદોનો જબરો ધસારો

સૌથી વધુ ડ્રેનેજની 13435 ફરીયાદો, તમામ પ્રશ્ર્નોનો નિકાલ કરાયો

રાજકોટનાં સૌથી સક્રિય અને કાર્યદક્ષ મેયર તરીકે વધુને વધુ લોકપ્રીય બનતા જતા મેયર ડો.પ્રદિપ ડવનાં ડેશ બોર્ડ પર શહેરીજનોની સીધી ફરીયાદોનો રીતસરનો ધોધ વહેવા લાગ્યો છે અને એટલી ઝડપથી મેયર તમામ ફરીયાદોનો લોકોની જરૂરીયાત મુજબ નિકાલ કરી રહયા છે અત્યાર સુધીમાં મેયરને 39890 ફરીયાદોમાંથી તમામ ફરીયાદોનો સંતુષ્ટી પુર્વક નિકાલ કરીને મેયરે જનલક્ષી ઝડપી વહીવટનો અસાધારણ નમુનો રજૂ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગઇ તા.21 એપ્રીલ 2021થી 20 જૂન 2021 સુધીમાં મેયરને સીધી મળેલી લોક ફરીયાદોમાં સૌથી વધુ ડ્રેનેજ ભરાય જવાની અને ગટર ઓવરફલોની 13435 ફરીયાદો મળી હતી. એ તમામ ફરીયાદોનો મેયરે નિકાલ કર્યો છે.

એ પછી રોશની બ્રાન્ચને લગતી 11436 જેટલી ફરીયાદો મળી હતી એ તમામ ફરીયાદોનો પણ નિકાલ કરી નાખવામાં આવ્યો છે. તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટને લગતી 3782 ફરીયાદો લોકો તરફથી મેયર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મેયરે એ તમામ ફરીયાદોનો નિકાલ કરી નાખ્યો છે.

એ પછી સૌથી વધુ ફરીયાદોમાં વોટર વર્કસને લઇને ફરીયાદો થઇ હતી કુલ 5219 જેટલી ફરીયાદો મેયર સમક્ષ થઇ હતી એ તમામ ફરીયાદનો મેયરે નિકાલ કરી નાખ્યો છે. ડ્રેનેજ મેઇન્ટેનસની કુલ 2599 ફરીયાદો મળી હતી એ તમામનો પણ મેયરે નિકાલ કરી નાખ્યો હતો.

Read About Weather here

બાંધકામને લગતી તમામ 1140 ફરીયાદોનું મેયરે સફળતા પૂર્વક નિરાકરણ કરી આપ્યું હતું.આ રીતે મેયરના ડેશ બોર્ડ પર કુલ 39890 ફરીયાદો મળી હતી એ તમામ ફરીયાદોનું નિરાકરણ સમયસર કરી નાખી મેયરે કાર્યક્ષમ અને કાબેલ વહીવટનો નમુનો રજૂ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here