આઇટીમાં ટ્રસ્ટ નોંધણીની મુદત નહીં વધે તો 30 ટકા ટેકસ ભરવો પડશે

બાગબાન ગ્રુપ પર ITના દરોડા…!
બાગબાન ગ્રુપ પર ITના દરોડા…!

નવા નિયમ હેઠળ તમામ ટ્રસ્ટે ઇન્કમટેકસમાં નોંધણી કરાવશે તો જ તેઓને 80 જી હેઠળ સહિતના લાભો મળશે. જે ટ્રસ્ટ નોંધણી નહીં કરાવે તેણે 30 ટકા લેખે ઇન્કમટેકસની વસૂલાત કરવાનો નિયમ લાગુ કરાયો છે, પરંતુ હાલમાં આઇટીનું પોર્ટલ જ યોગ્ય રીતે ચાલતું નહીં હોવાના લીધે ટ્રસ્ટ સંચાલકોની પરેશાની વધી છે, કારણ કે ટ્રસ્ટની નોંધણી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે

Visit Saurashtra Kranti Homepage here

જેથી મુદતમાં વધારો કરવામાં નહીં આવે તો ટ્રસ્ટ સંચાલકોએ 30 ટકા લેખે ટેકસ ભરવો પડશે અથવા તો હાઇકોર્ટમાં જવાની સ્થિતિ આગામી દિવસોમાં સર્જાવાની છે. એક એપ્રિલથી તમામ ટ્રસ્ટોએ ઇન્કમટેકસમાં નોંધણી કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, કારણ કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આવેલા અનેક ટ્રસ્ટ હજુ કાગળ પર જ ચાલી રહ્યા છે.

આવા ટ્રસ્ટ સરકારી લાભ લેતા હોય છે. પરંતુ સમયાંતરે ઓડિટ રિપોટ સહિતની કાર્યવાહી કરવાની હોય તે કરતા નહીં હોવાના કારણે અનેક ગોબાચારી પણ આચરવામાં આવતી હોય છે. આ તમામ સમસ્યાના નિરાકરણ માટે ઇન્કમટેકસ વિભાગે ટ્રસ્ટની નોંધણી ફરજિયાત કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

આ માટે પહેલા 30 જૂન સુધીમાં નોંધણી કરાવી લેવાની હતી. જયારે આઇટી પોર્ટલ યોગ્ય રીતે ચાલતુ નહીં હોવાના કારણે આ મુદતમાં વધારો કરીને 31 ઓગસ્ટ કરવામાં આવી છે.

Read About Weather here

જયારે 31 ઓગસ્ટ સુધીમાં પણ અનેક ટ્રસ્ટની નોંધણી કરવાની બાકી છે. જ્યારે પોર્ટલ પણ ચાલતુ નહીં હોવાના લીધે છેલ્લી મુદત પહેલા નોંધણી થવાની શકયતા બહુ ઓછી છે. આવા કારણોસર મુદત વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here