રાજકોટમાં બે ડઝનથી વધુ સ્થળોએ ઇન્કમટેક્ષના દરોડા

રાજકોટમાં બે ડઝનથી વધુ સ્થળોએ ઇન્કમટેક્ષના દરોડા
રાજકોટમાં બે ડઝનથી વધુ સ્થળોએ ઇન્કમટેક્ષના દરોડા

આરકે ગ્રુપ, સ્પાયર ગ્રુપ, ત્રિવેણી ગુ્રપ ક્રોન્ટ્રાક બિલ્ડર આશીષ ટાંક, રમેશ પંચાલી અને સેન્ડી ગ્રુપ સહિતના ઉપર આવકવેરાની તપાસ

22થી વધુ સ્થળોએ 200 ટોચના આયકર અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ: બિલ્ડર ગ્રુપમાં ફફડાટ


રાજકોટમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગની મુંબઇ, સુરત અને વડોદરાની ટીમ દ્વારા મોટા પાયે દરોડા અને સર્ચની કામગીરી શરૂ કરી દીધી છે. બે જાણીતા બિલ્ડર ગ્રુપના 35થી વધુ સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર પાંચથી વધુ પ્રોજેકટ કરનાર આર.કે.ગ્રુપના ભાગીદારો અને પરિવારજનોના રહેઠાણ સુરત, વડોદરા, અમદાવાદ ખાતે તેમજ સેન્ડી ગ્રુપના હરિસિંહ સુતરીયાના નિવાસ સ્થાન, ઓફિસ તેમજ સ્પાયર અને ત્રિનેત્રી ગ્રુપના પ્રફુલભાઇ ગંગદેવ અને સિધ્ધાર્થભાઇ ગંગદેવના નિવાસ સ્થાન સ્પાયર ટુ ઓફિસ અને ત્રિનેત્રી બિલ્ડીંગ સાઇટ ઉપર આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. 22થી વધુ સ્થળોએ 200 ટોચના આયકર અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહયો છે. ઇન્કમ ટેક્ષના દરોડાથી બિલ્ડર ગ્રુપમાં ફફડાટ ફેલાયો છે.

બિલ્ડર સ્ટાફના બેંક ખાતાઓમાં શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો માલુમ પડયા છે અને તેના આધારે તમામના બેંક ખાતા સીલ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આજે વહેલી સવારથી જાણીતા બિલ્ડર આરકે ગ્રુપના સર્વાનંદ સોનવાણીના સિલ્વર હાઇટ્સનાં ફલેટ પર તથા અન્ય ચાર ભાગીદારોને ત્યાં આઇટીની ટીમ ત્રાટકી છે.

જ્યાં આરકે ગ્રુપની નાનામવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ અને તેના મુખ્ય બે કોન્ટ્રાકટર આશિષ ટાંક અને રમેશ પંચાલનેને ત્યાં તપાસનો ધમધમાટ શરુ થયો છે. જેને કારણે રિંગરોડ પરનાં 8 પ્રોજકેટ પર પણ તપાસ થઇ રહી છે.

આગમી દિવસોમાં મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. હકીકતતો આયકર વિભાગ દ્વારા તપાસ પૂર્ણ કર્યા બાદ જ સાચી વિગતો બહાર આવશે. શહેરમાં બે ડઝનથી વધુ સ્થળોએ આઇટીના દરોડા પડતા બિલ્ડર લોબીમાં ફફડાટ ઉત્પન્ન થયો છે. અને આગમી દિવસોમાં મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.

Read About Weather here

આ ઉપરાંત ટ્રીનીટી ગ્રુપના ભાગીદારો પર પણ મોટા પાયે દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતૂં. જનતા તથા જનકલ્યાણ સોસાયટીમાં આવેલા પ્રફુલ ગંગદેવના નિવાસસ્થાન ઉપરાંત કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક આવેલી ઓફિસર ખાતે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટના ટોચના ફાઇનાન્સરના સમગ્ર હિસાબ કિતાબ રાખતા બે મુખ્ય કર્મચારીઓના નિવાસે પણ દરોડા પાડવામાં આવ્યા છે.

જંગી કરચોરી પકડાવાની આશંકા

સુત્રોના કહેવા પ્રમાણે બિલ્ડર ગ્રુપ પરના દરોડાના કનેકશનમાં ગોંડલના હડમતાળા સ્થિત ગ્રેનાઇટ કારખાનામાં થતા સર્ચ સર્વે કાર્યવાહી કરવામાં આવી હતી. આવકવેરા વિભાગની આ મેગા દરોડા કાર્યવાહીમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરાના અધિકારીઓનો કાફલો પણ જોડાયો હતો.

150થી વધુ અધિકારીઓ ઓપરેશનમાં સામેલ થયા હતા. વ્હેલી સવારમાં જ દરોડાની વાત વાયુવેગે પ્રસરી જતા બિલ્ડરોની નસવાર બગડયાથનો ઘાટ ઘડાયો હતો. આવકવેરા સૂત્રોએ કહ્યું કે પ્રાથમિક તપાસમાં જ દસ્તાવેજોનો ઢગલો કબ્જે કરવામાં આવ્યો છે. જંગી કરચોરી પકડાવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here