ખેડૂત આંદોલનથી થતી સમસ્યાઓ ઉકેલો: સુપ્રિમ

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી


ખેડૂતોના આંદોલનને કારણે રસ્તાઓ બંધ થવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ સમસ્યાનો ઉકેલ શોધવા કહ્યું છે. નોઇડાનાં એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ વાત કહી.

Visit Saurashtra Kranti Homepage here

અરજદારે માંગ કરી કે ખેડૂતોના આંદોલનને કારણે નોઈડાથી દિલ્હીને જોડતા રસ્તાઓ બંધ છે અને તેના કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ રસ્તાઓ ખોલવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે શા માટે અત્યાર સુધી રસ્તાઓ બંધ છે. વિરોધ કરવામાં કોઈ નુકસાન નથી, પરંતુ રસ્તાઓ બ્લોક ન થવા જોઈએ.

આ સાથે જ, સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને ત્રણ સંબંધિત રાજ્ય સરકારોને નોટિસ આપી છે અને તેમનો જવાબ માંગ્યો છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સંકલન કરવા અને રોડ બ્લોક દૂર કરવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું.

અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ કૌલે કહ્યું કે, પઉકેલ કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્યોના હાથમાં છે. કોઈપણ કારણોસર રસ્તા બંધ ન કરવા જોઈએ. આ મુદ્દો ઉકેલવા માટે કેન્દ્ર સરકારને સમય આપવામાં આવ્યો છે.

Read About Weather here

તે આ સમસ્યાનો ઉકેલ લાવે અને તેનો રિપોર્ટ અમને આપે. એક તરફ કોર્ટે કેન્દ્ર સરકારને ઉકેલ શોધવાની સલાહ આપી, તો બીજી તરફ તેણે ખેડૂતોને આંદોલનને લગતી સલાહ પણ આપી હતી. કોર્ટે કહ્યું કે ખેડૂતને આંદોલન કરવાનો અધિકાર છે, પરંતુ તેઓ આ માટે રસ્તા બંધ કરી શકતા નથી. તેઓ અન્ય સ્થળેથી પણ આંદોલન કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here