શિવરપરા ગાળો દેવા મુદ્દે બે પરિવારો વચ્ચે છરી-તલવાર વડે મારમારી

શિવરપરા ગાળો દેવા મુદ્દે બે પરિવારો વચ્ચે છરી-તલવાર વડે મારમારી
શિવરપરા ગાળો દેવા મુદ્દે બે પરિવારો વચ્ચે છરી-તલવાર વડે મારમારી

પાંચ શખ્સોએ તલવાર – છરી, સોડાના બોટલના ઘા કરતા બે ઘવાયા ; ઇજાગ્રસ્તોએ વળતો હુમલો કરતા સામે મહિલા સહિત બે ઘવાયા : પોલીસે સામ સામે મહિલા સહિત 9 સામે ગુનો નોંધ્યો

રૈયા રોડ પર શિવપરામાં ગાળો બોલવા બાબતે ઠપકો આપ્યાનો ખાર રાખી મુસ્લિમ પરિવાર અને મેમણ પાડોશી વચ્ચે તલવાર – છરી વડે મારમારી થતા કુલ ચાર લોકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગાંધીગ્રામ પોલીસે સામ- સામે 9 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

મારામારીના બનાવ અંગે એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટીમાં રહેતા સોયબ યુનુસભાઈ માવટી ( ઉ.વ 32 )ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે શિવપરા શેરી નંબર 02 માં રહેતા ફાયઝ, નસીમબેન, ઇરફાન, ફેઝાન, નવાઝ સામે છરી – તલવાર વડે હુમલો કરી ઇજા કર્યા અંગેનો ગુનો નોંધયો છે. પી.એસ.આઈ ટી.ડી બુડાસણએ આઈપીસી 323, 324,335, 504, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુસ્લિમ યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે શિવપરા બે માં પાંચેય શખ્સોએ ગાળાગાળી કરી ફાયઝને ઠપકો આપતા હોય,જે બાબતનો ખરા રાખી ફાયઝે તલવાર વડે હુમલો કરી સોયબના ગરદનના ભાગે ઇજા કરી હતી.સોયબને બચાવવા ગયેલા મોહીનને પણ તલવાર લાગી જતા જમણા હાથની આંગળી ભાગી ગઈ હતી.

જ્યારે મોહીનને મોઢાના ભાગે છરી લાગી અને નિશાંતને પેટના ભાગે છરી એક ઘા લાગી જતા ગંભીર ઇજા થવા પામી હતી.આ ઉપરાંત આરોપી નવાઝએ પાછળથી સોડાની બાટલીનો ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.


જ્યારે સમાં પક્ષે બ્રહ્મ સમાજ ચોકમાં શિવપરા શેરી 02 માં રહેતા નસીમબેન યાકુભાઈ મારફણી ( ઉ.વ 40) એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જસમીનબેન મામટી, સોયબ મામટી, નિશાંત થેબા, મોહીન માંકડ સામે છરી વડે હુમલો કરી ઇજા કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

Read About Weather here

પી.એસ.આઈ ટી.ડી બુડાસણએ આઈપીસી 323,324, 504, 506 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાએ જણાવ્યું હતું કે તે પુત્ર ફાયઝને ઠપકો આપતા હોય જેથી આરોપી જસમીનબેન મામટી, સોયબ મામટી, નિશાંત ઠેબા, મોહીન માંકડ સામે ઝપાઝપીમાં છરીનો એક ઘા લાગી ગયાની ફરિયાદ નોંધાવી છે.(5.5)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here