વિધાનસભા વિરોધપક્ષનાં નેતા ધાનાણીએ અહેવાલ મંગાવ્યો

વિધાનસભા વિરોધપક્ષનાં નેતા ધાનાણીએ અહેવાલ મંગાવ્યો
વિધાનસભા વિરોધપક્ષનાં નેતા ધાનાણીએ અહેવાલ મંગાવ્યો

સૌ.યુનિ. નાં માટી સહિતનાં ભ્રષ્ટાચાર મુદ્દે એન.એસ.યુ.આઈ ખુલ્લું પાડશે: રાજપૂત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નેકના ઈન્સ્પેકશન વખતે 80 લાખ થી વધુ રૂપિયાનો ખર્ચ જુદા-જુદા કામોમાં કરવામાં આવ્યો હતો. ટેન્ડર પ્રક્રિયા વગર અને સતા મંડળની મંજૂરી લીધા વગર વર્તમાન સતાધિશોએ મનસ્વી રીતે કરેલા લાખો રૂપિયાના ખર્ચની પારદર્શકતા માટેની તપાસ થવી જોઈએ તેવી રજૂઆત શહેર એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ રોહિત રાજપુત દ્વારા કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ ફરીયાદની સાથે રોહિત રાજપુત દ્વારા બાંધકામ સમિતિએ મંજુર કરેલી કામગીરી અને તેનો ખર્ચ જયારે સિન્ડીકેટમાં મૂકવામાં આવ્યો ત્યારે તે ખર્ચને માન્ય રાખવો જોઈએ નહિ. તેવી રજુઆત સિન્ડીકેટ સભ્ય ડો.હરદેવસિંહ જાડેજા અને ડો.ધરમ કાંબલીયાએ કરી હતી.

આ સમગ્ર પ્રકરણની યુનિવર્સિટી કક્ષાએ ઢાંક પીછોડ થતી હોવાથી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીને અનુરોધ કરાયો હતો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બાંધકામ સમિતિએ મંજુર કરેલ તમામ ખર્ચ અંગે સંપૂર્ણ વિગતો મંગાવે અને જરૂર પડયે સમગ્ર બાબત વિધાનસભા સુધી રજુ કરે.

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીને સમગ્ર બાબતમાં તથ્ય જણાતા તેઓએ ગુજરાતના શિક્ષણ વિભાગ મારફતે સમગ્ર બાબતની સત્યતા માટેનો અહેવાલ મંગાવ્યો છે.

Read About Weather here

આ અંગે એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ રોહિત રાજપુતે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધિશોએ કરેલું પાપ હવે ખુલ્લું પડવાનું છે અને ખોટું કરનારાઓને એન.એસ.યુ.આઈ. છોડશે નહિ તેમ રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું છે.(૧.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here