ધો.12 સા.પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું સામાન્ય પરીણામ, માત્ર 27.83%

ધો.12 સા.પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું સામાન્ય પરીણામ, માત્ર 27.83%
ધો.12 સા.પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું સામાન્ય પરીણામ, માત્ર 27.83%

1 લાખ 14 હજાર વિદ્યાર્થીઓમાંથી માત્ર 31,785 વિદ્યાર્થીઓ જ પાસ થયા: રિપીટર વિદ્યાર્થીઓએ પણ અગાઉ પરીક્ષા રદ્ કરવાની માંગણી કરી હતી

ધો.12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરીણામ પણ ઘણું નીચુ રહયું છે. રિપીટરોનું પરીણામ 27.83% આવ્યું છે. કુલ 1 લાખ 14 હજાર વિદ્યાર્થીઓમાંથી માત્ર 31,785 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. સામાન્ય પ્રવાહમાં પરીક્ષા ફોર્મ તો 1,30,388 વિદ્યાર્થીઓએ ભર્યા હતા. પણ એમાંથી 1,14,193 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આજે સવારે ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા વેબસાઇટ પર ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ મુકવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ધો.12 સામાન્ય પ્રવાહમાં 89106 રિપીટર વિદ્યાર્થીઓમાંથી 78215 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 19032 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એ જ રીતે કુલ 40727 વિદ્યાર્થીનીઓમાંથી 35439 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 12564 વિદ્યાર્થીનીઓ પાસ થઇ હતી. આ રીતે પાસ થયેલી વિદ્યાર્થીનીઓની ટકાવારી 35.45% ટકા છે. જયારે પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી 24.31% રહી છે.

ધો.12 કોમર્સમાં 112 રિપીટરમાંથી 102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી માત્ર 46 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 22 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી તેમાંથી 11 પાસ થઇ છે. આ રીતે કોમર્સમાં પણ વિદ્યાર્થીનીઓ જ વધુ સંખ્યામાં પાસ થઇ છે.

એક સમયે રિપીટર વિદ્યાર્થીઓએ પણ રેગ્યુલરની જેમ માસ પ્રમોશનની માંગણી કરી હતી અને પરીક્ષાનો વિરોધ કર્યો હતો પરંતુ શિક્ષણ બોર્ડ મક્કમ રહયું હતું અને રિપીટરની પરીક્ષા લેવાઇ હતી.

ઉત્તર બુનીયાદી પ્રવાહમાં 264 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા તેમાંથી 95 પાસ થયા છે. જયારે 91 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 40 પાસ થઇ છે. અત્યાર સુધીમાં રિપીટરોની પરીક્ષામાં 12 સાયન્સનું પરીણામ સૌથી ઓછું આવ્યું છે. 6 દિવસ પહેલા જાહેર થયેલ ધો.12 સાયન્સના રિપીટર્સનું માત્ર 15% પરીણામ રહયું હતું.

Read About Weather here

બોર્ડની યાદી જણાવે છે કે, દિવ્યાંગ ઉમેદવારોને 20% પાસીંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. આ લાભ મેળવી પ્રમાણ પત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા 113 છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here