ગર્ભ પરીક્ષણનું કારસ્તાન ચલાવનાર નર્સ બાદ વધુ બે આરોપી પકડાયા

ગર્ભ પરીક્ષણનું કારસ્તાન ચલાવનાર નર્સ બાદ વધુ બે આરોપી પકડાયા
ગર્ભ પરીક્ષણનું કારસ્તાન ચલાવનાર નર્સ બાદ વધુ બે આરોપી પકડાયા

બંને શખ્સોએ નર્સને ગર્ભ પરીક્ષણ માટેનું મશીન લઈ આપ્યું હતું: ઈમ્પોર્ટ એક્સપોર્ટના ધંધાર્થીએ હોંગકોંગથી મશીન મંગાવી આપ્યું

શહેરમાં કોઠારીયા રોડ પર જૂનું રાધેશ્યામ સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરતી નર્સને ઝડપી લીધા બાદ એસ.ઓ.જીની ટીમે બે આરોપીને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા રોડ બ્રહ્માણી હોલની પાછળ જુનુ રાધેશ્યામ સોસાયટી શેરી નં-2 કીરણભાઇ કોળીના મકાનમા ભાડેથી હોમકેર નર્સીંગ ચલાવી ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતા સરોજ વીનોદભાઇ રમણીકભાઇ ડોડીયા (ઉવ.37 )ને એસ.ઓ.જીની ટીમે ઝડપી લીધી હતી. નર્સને ગર્ભપરીક્ષણનુ મશીન લઇ આપનાર અજય દેવરાજભાઇ જાવીયા (ઉ.વ34) ધંધો.પ્રા.નોકરી રહે.

પુષ્કરધામ મેઇન રોડ કેવલમ રેસીડેંસીની સામે RMC ક્વાર્ટર બ્લોક નં-1352/8 રાજકોટ મુળ.ગામ નવાગઢ જા.જેતપુર જી.રાજકોટ)ને જેતપુર ખાતેથી પકડી લીધો છે.અજયને આ મશીન ક્યાથી મંગાવેલ જે બાબતે પુછતા આ મશીન ભૌતીક હીમંતલાલ ઘાડીયા પાસેથી મંગાવેલનુ જણાવતા તેને પકડી પાડી કોવીડ રિપોર્ટ બાદ રિપોર્ટ નેગેટીવ આવતા અટક કરવામા આવેલ છે.

સોનોગ્રાફી મશીન મંગાવવાની મોડન્સ ઓપરેન્ડીન્ગ સિસ્ટમ અંગે એસ.યોની તપાસમાં ખુલ્યું હતું કે પ્રથમ આરોપી અજય જાવીયાનાએ ઇન્ટરનેટ ઉપર ગુગલમા સોનોગ્રાફી અલ્ટ્રા સાઉન્ડ નામથી સર્ચ કરતા એલીક્ષ ઇમ્પેક્સ નામની સાઇટ જે ભૌતીક હીમંતલાલ ઘાડીયાનો એક્ષપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરતો હોઇ જેથી પોતાની આ એલીક્ષ ઇમ્પેક્સ સાઇટ બનાવી હતી.

જે સાઇટમાથી આરોપી અજય જાવિયાએ આરોપી ભૌતિક ઢાળિયાનો સંપર્ક સાંધ્યો હતો. ભૌતિકએ રૂ. 1,90,000 ની રકમ વસૂલી અલીબાબા એપ્લીકેશનનો ઉપયોગ કર્યો હતો. આ મશીન માટેનો સપ્લાયર ચીન દેશમાથી શોધી કાઢી (હોંગકોંગ) જેનો મોબાઇલ નંબર આ એપ્લીકેશનમાથી મેળવી, સપ્લાયરનો વોટ્સપ થ્રુ કોંટેક્ટ કરી મશીન DHL કુરીયર મારફતે ચાઇનાના હોંગકોંગથી પોતાની રાજકોટ સ્થીત ઓફીસ ખાતે મંગાવ્યુ હતું.

Read About Weather here

આ કામગીરી એસ.ઓ.જીના પો.ઇન્સ.આર.વાય.રાવલની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ.અંસારી તથા એ.એસ.આઇ ઝહીરભાઇ ખફીફ તથા પો.કોન્સ.અનીલસીંહ ગોહીલની ટીમે કામગીરી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here